ઇઝરાયલી સંશોધનકારો મત અનુસાર સામાન્ય રીતે પુરુષો tension પરિસ્થિતિઓમાં દારૂ અને અશ્લીલતા તરફ વળે છે, જ્યારે મહિલાઓ ચોકલેટ ખાઈને પોતાના તણાવને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ માત્ર સ્ટીરિયોટાઇપિંગ નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક તથ્ય છે, પરંતુ કોરોના વાયરસના કારણે લોકોમા તણાવ વધતા હવે ચોકલેટમાં તરફ વળ્યા છે.બેનગે-ગુરિયન યુનિવર્સિટી ઓફ દ નેગેવ (Ben-Gurion University of the Negev) અને યશિવા યુનિવર્સિટી (Yeshiva University Researchers) ના સંશોધનકારો દ્વારા પ્રકાશિત કરવા માટે રજૂ કરાયેલા એક પત્ર પ્રમાણે, તણાવમાં મીઠાઈ ખાતી મહિલાઓ હવે દારૂ અને પોર્નોગ્રાફી તરફ વળી રહી છે. સંશોધનકારોએ 45 પુરુષ અને 69 મહિલાઓ સહિત તેમની પોસ્ટ અને કોરોના વાયપસ આદત પર 155 બ્રિટિશ સહભાગીઓનો સર્વેક્ષણ કર્યુ છે.બિઝનેસ એન્ડ મેનેજમેન્ટનાં ગિલફોર્ડ ગ્લેઝર ફેકલ્ટી(Guilford Glazer Faculty of Business and Management)માં બીજીયૂ માર્કેટિંગ લેબ (BGU Marketing Lab)નાં પ્રમુખ ડૉ. એનવ ફ્રીડમેન(Dr Enav Friedmann)કહ્યુકે,- અસંખ્ય અભ્યાસો સૂચવે છે કે પુરુષો સામાન્ય રીતે તણાવપૂર્ણ સમયમાં વધુ આલ્કોહોલ અને પોર્નોગ્રાફીનો આશરો લે છે, જ્યારે સ્ત્રીઓ મીઠાઇ તરફ વળે છે, પરંતુ કોવિડ -19 એ આ ધારણાઓ તોડી નાખી છે. તેઓ માને છે કે રોગચાળાને કારણે વધતા તણાવને કારણે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ઈમોશનલ રેગુલેશન ઘટી ગયું છે.અગાઉના સંશોધનમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના જૈવિક તફાવતો (biological differences)પર ભાર મૂક્યો છે, પરંતુ રોગચાળાના તણાવે બંને જાતિઓને ભાવનાઓથી ભરી દીધા છે જે લિંગ ગ્રાહક વર્તન અને ઓછી ભાવનાત્મક વિનિયમનને(emotional regulation) બેઅસર બનાવે છે. કોરોના વાયરસ રોગચાળાના તાણને લીધે, એવું જોવા મળે છે કે સ્ત્રીઓ દારૂ અને પોર્નમાં વધુ લિપ્ત થઈ રહી છે, જ્યારે તેનાથી વિપરીત પુરુષો ચોકલેટ અને મીઠાઇ તરફ વળ્યા છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.