નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોની આઇસીસી વનડે રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડનો જોની બેયરસ્ટો ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
કોવિડ -19ના કારણે થયેલા વિરામના કારણે કોહલી (871 પોઇન્ટ) અને ઉપ-કેપ્ટન રોહિત શર્મા (855 પોઇન્ટ, બીજા ક્રમાંક) કેટલાક સમયથી ક્રિકેટ રમતા ન હતા, પરંતુ તેઓએ રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
બેયરસ્ટોએ શ્રેણીમાં કુલ 196 રન જોડ્યા અને અંતિમ મેચમાં તેણે 126 દડામાં 112 રન બનાવ્યા, જેનાથી તે ફરીથી ટોપ 10 માં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો. યોર્કશાયરના 30 વર્ષીય બેયરસ્ટો ઓક્ટોબર 2018 માં નવમા સ્થાને પહોંચ્યો હતો અને હવે તે તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેટિંગ 777 થી 23 પોઇન્ટ દૂર છે.
https://twitter.com/ICC/status/1306506937517985792