દૂનિયાની સોથી પેહલી કોરોના વેક્સિન રશિયાની સ્પૂતનિક 5 ની ક્ષમતા ઉપર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યાં છે. રશિયાના કોરોના વેક્સિન સ્પૂતનિક 5ના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોએ સ્પૂતનિક 5 વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાંથી દર સાતમાંથી એક વ્યક્તિમાં તેના સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યાં છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, સ્પૂતનિક 5 વેક્સિન લગાવ્યા બાદ સાત વોલિટિયર્સમાં લગાવવામાં આવી હતી. જેમાંથી એકે સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી હતી.
રશિયાના સ્વાસ્થ્યમંત્રીએ શું કહ્યું
ન્યુઝ એજન્સી ટાસના જણાવ્યા પ્રમાણે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ કહ્યું કે, અત્યાર સુધીમાં 40 હજાર વોલિંટીયર્સમાંથી 300થી વધારેને સ્પૂતનિક 5ની રસી આપવામાં આવી છે. સ્પૂતનિક 5 વેક્સિનને મોસ્કોના ગામાલયા રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ એપિડિમિયોલોજી અને માઈક્રોબાયોલોજીની સાથે મળીને વિકસીત કરવામાં આવી છે.
ક્યાં ક્યાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળ્યાં
સ્વાસ્થ્ય મંત્રી મિખાઈ દ્વારા દેવામાં આવેલા નિવેદનનો હવાલો દેતા સમાચાર એજન્સી ટાસે જણાવ્યું હતું કે, જે વોલિંટીયર્સને આ કોરોના વેક્સિન દેવામાં આવી છે. તેમાંથી લગભગ 14 ટકામાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળ્યાં છે. આ સાઈડ ઈફેક્ટ્સમાં સામાન્ય નબળાઈ, 24 કલાક સુધી માંસપેશીઓમાં દુઃખાવો અને શરીરના તાપમાનમાં વધારો શામેલ છે. જો કે આ લક્ષણોને સામાન્ય જણાવતા તેણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં તે બાદના દિવસોમાં ગાયબ થઈ ગઈ હતી. ટીએએસએસના રિપોર્ટ પ્રમાણે વેક્સિનની ફરિયાદો અનુમાનિત છે અને આ પહેલા જ જણાવી દેવામાં આવ્યું હતું. આશા રાખવામાં આવી રહી છે કે, વોલિંટીયર્સને પહેલા ડોઝના 21 દિવસની અંદર બીજો ડોઝ દેવામાં આવશે. સ્પૂતનિક 5ના ત્રીજા ચરણનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. અને ભારતમાં અત્યારે ટ્રાયલ અને વિતરણ માટે ડો.રેડ્ડી લેબોરેટરીઝ સાથે કરાર કરવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં માસ્કોમાં આ વેક્સિનનું ફાઈનલ સ્ટેજનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું છે.
ભારતની ડો. રેડ્ડી લેબોરેટરીઝે રશિયા સાથે કર્યો છે આ કરાર
હાલમાં જ રશિયાના સોવરેન વેલ્થ ફંડમાં ભારતની અગ્રણી દવા કંપનીઓ પૈકીની એક ડો.રેડ્ડી લેબોરેટરીઝની સાથે રશિયાની કોવિડ-19 વેક્સિન સ્પૂતનિક-5 ના ભારતમાં ક્લિનિકલ ટ્રાયલમાં સહયોગ અને વિતરણ માટે કરાર કર્યો છે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં નિયામકની મંજૂરી ઉપર આરડીઆઈએફ ડોક્ટર રેડ્ડીને વૈક્સિનના 100 મિલિયન ડોઝની સપ્લાઈ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્પૂતનિક 5 વેક્સિન સુરક્ષાની સાથે સારી રીતે અધ્યયન કરવામાં આવેલા માનવ એડેનોવાયલ વેક્ટર પ્લેટફોર્મ ઉપર આધારિત છે. ક્લિનિકલ ટ્રાયલમાં છે. તેની ડિલીવરી 2020ના અંતસુધીમાં સંભવીત રીતે શરૂ થઈ શકે છે. જે સફળતા પૂર્વક ટ્રાયલ અને ભારતીય નિયામક પ્રાધિકરણ તરફથઈ વેક્સિન રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ થશે.