નવી દિલ્હી પ્રિતમપુરા નિવાસી ફ્રીલાંસ જર્નલિસ્ટ રાજીવ શર્માને દિલ્હીની પોલીસ સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. એક અધિકારીક ગોપનિયતા અધિનિયમ મામલે તેની ધરપકડ કરાઈ છે. પત્રકાર રાજીવ શર્મા પર આરોપ છે કે, તેણએ ભારતની સુરક્ષા સંબંધી દસ્તાવેજોને ચીનની ગુપ્તચર સંસ્થાઓને આપ્યો છે.
રક્ષા સંબંધિત દસ્તાવેજો હાથ લાગ્યા
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર આ પત્રકાર રક્ષા સંબંધિત અમુક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્માને ચીનની જાસૂસ સંસ્થાનો સંવેદનશીલ માહિતી પહોંચડાવાના આરોપમાં ધરપકડ કરાયો છે. તેની સાથે એક ચીની મહિલા અને તેના નેપાળી સહયોગીને પણ શેલ કંપંનીઓના માધ્યમથી મોટી સંખ્યામાં પૈસા આપવાના આરોપમાં ધરપકડ કરાયો છે.
ચીની મહિલા સાથે પત્રકારની ધરપકડ
આ અગાઉ પોલીસે જણાવ્યુ હતું કે, રાજીવને 14 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરાયો હતો અને 15 સપ્ટેમ્બરના રોજ મેજિસ્ટ્રેટની સામે રજૂ કરાયો હતો. આરોપીને 6 દિવસ સુધી પોલીસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. રાજીવના આ કેસમાં આગામી 22 સપ્ટેમ્બરે પટિયાલા હાઈકોર્ટ વધુ સુનાવણી કરશે.