kidney તમારા શરીરની અંદર જરૂરી કામ કરવા માટે જવાબદાર હોય છે. આ શરીરમાંથી કચરાને હટાવવામાં મદદ કરે છે. કિડનીની બિમારીમાં કચરાથી છુટકારો મળી શકતો નથી, પરંતુ શરીરની અંદર કચરો એકઠો થતો રહે છે. કિડનીની વચ્ચે રોગીઓને હેલ્દી ડાયટનું પણ પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. કિડનીની અનુકુળ ડાયટ પોટેશિયમ, ફોસ્ફોરસ અને પ્રોટીનને સીમિત કરે છે. જો તમે કિડનીની બીમારીના છેલ્લા સ્ટેડમાં છો તો ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. ડૉક્ટર જ સાચી ડાયટનું સેવન અને પરહેજ વિશે સાચી અને સચોટ જાણકારી આપી શકશે. કિડની રોગી કિડનીના અનુકુળ ફૂડને પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે.
ડુંગળી
ડુંગળી દરેક ભારતીય ઘરમાં કિચનમાં મળી આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. હેલ્દી કિડની માટે સોડિયમના સેવનને ઓછુ કરવાની સલાહ આપવામાં આવે છે. ડુંગળીમાં સોડિયમનું પ્રમાણ ઓછી માત્રામાં મળી આવે છે. સલાડ તરીકે પર કાચી ડુંગળીનું સેવન કરી શકાય છે.
લસણ
લસણ પણ ઘરેલુ કિચનનો એક અન્ય ભાગ હોય છે. જેનો વપરાશ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે. લસણમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસનું પ્રમાણ ઓછુ હોવાને કારણે કિડનીના રોગીઓને તેનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
શિમલા મરચુ
શિમલા મરચુ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. એન્ટી ઓક્સીડેન્ટ્સને મજબૂત સ્ત્રોક શિમલા મરચાને માનવામાં આવે છે. તે સિવાય તેના સેવનથી વિટામિન સી પણ મળી શકે છે. સલાડ, કરી, સેન્ડવિચ સિવાય પણ શિમલા મરચાને સામેલ કરી શકાય છે.