નવી દિલ્હી : રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા અને અક્ષર પટેલ જેવા અનુભવી સ્પિનરોની હાજરીને કારણે 20 સપ્ટેમ્બર, રવિવારે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) પર દિલ્હી કેપિટલ્સ (DC)નું પલડું ભારે રહેશે. આજે (રવિવારે) આ મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
KXIP vs DC: આંકડા ડેટા કહે છે
અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 24 મેચ થઈ છે, જેમાં કિંગ્સ ઇલેવન પંજાબે 14 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે 10 જીતી છે. છેલ્લા પાંચ મેચની વાત કરીએ તો પંજાબની ટીમે ચાર મેચ જીતી લીધી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચમાં દિલ્હીની ટીમ ભારે રહી હતી.
આ બંને ટીમોની પહેલી મેચ હશે, જ્યાં તેમના કપ્તાન વચ્ચે ઉગ્ર હરીફાઈ પણ જોવા મળી શકે છે. કિંગ્સ ઇલેવનના કેપ્ટન કેએલ રાહુલ અને દિલ્હી કેપિટ્લ્સના શ્રેયસ અય્યરને ભાવિ ભારતીય કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, બંને ટીમોના કોચ વર્લ્ડ ક્લાસના ખેલાડીઓ રહ્યા છે અને આવી સ્થિતિમાં તેમની વ્યૂહરચના જોવી રસપ્રદ રહેશે.