ટાટા મોટર્સની પ્રિમિયમ હૈચબેક TATA ALtorz ની ડીઝલ વેરિએન્ટ સસ્તા થઈ ગયા છે. xe અને xe rhythm મોડલને છોડીને Altroz ડીઝલના અન્ય તમામ મોડલની કિંમતોમાં 40,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. પેટ્રોલ મોડલના ભાવમાં કોઈ બદલાવ થયા નથી. જણાવી દઈએ કે કંપનીએ ઓગસ્ટ મહિનામાં જ altroz ની કિંમતમાં વધારો કરીને 15,000 રૂપિયા સુધી વધાર્યા હતા. પરંતુ તે જ વખતે પણ xe ડિઝલ મોડલની કિંમતમાં કોઈ વધારો થયો નહોતો.
પેટ્રોલ વેરીએન્ટ્સના એક્સ શોરૂમની દિલ્હીમાં કિંમત 5.44 લાખ રૂપિયાથી શરૂઆત
ટાટા અલ્ટ્રોઝનો જાન્યુઆરી 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. હવે તે પેટ્રોલ વેરીએન્ટ્સના એક્સ શોરૂમની દિલ્હીમાં કિંમત 5.44 લાખ રૂપિયાથી શરૂઆત થઈ છે. ઘડાટેલા ભાવ બાદ અલ્ટોઝ ડીઝલ મોડલમાં Tata Altroz અને Altroz XE નવી એક્સ શોરૂમની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી. તેની કિંમત 6.99 લાખ રૂપિયા છે. ત્યાં altroz xe rhythm ની કિંમતમાં પણ 7.27 લાખ રૂપિયા પર સ્થિર છે.
Altroz XMની કિંમત 7.90 લાખ રૂપિયાથી ઘટીને 7.50 લાખ રૂપિયા પર આવી
Altroz XMની કિંમત 7.90 લાખ રૂપિયાથી ઘટીને 7.50 લાખ રૂપિયા પર આવી ગઈ છે. Altroz XM style ની કિંમત 8.24 લાખ રૂપિયાથી ઘટીને 7.84 લાખ રૂપિયા થઈ ગઈ છે. Altroz XM rhythm ની કિંમત 8.29 લાખ રૂપિયાથી ઘટીને 7.89 લાખ રૂપિયા થઈ ગઈ છે. Altroz Xmrhythm+style ની કિંમત 8.54 લાખ રૂપિયાથી ઘટીને 8.14 લાખ રૂપિયા થઈ ગઈ છે.
Altroz XZ Urbanની કિંમત 9.49 લાખ રૂપિયાથી ઘટીને 9.09 લાખ રૂપિયા
Altroz XT ની કિંમત 8.59 લાખ રૂપિયાથી ઘટીને 8.19 લાખ રૂપિયા રહી ગઈ છે. Altroz XT Luxeની કિંમત 8.98 લાખ રૂપિયાથી ઘટીને 8.58 લાખ રૂપિયા રહી ગઈ છે. Altroz XZની કિંમત 9.19 લાખ રૂપિયાથી ઘટીને 8.79 લાખ રૂપિયા થઈ ગઈ છે. Altroz XZ (O) ની કિંમત 9.35 લાખ રૂપિયાથી ઘટીને 8.95 લાખ રૂપિયા થઈ ગઈ છે. Altroz XZ Urbanની કિંમત 9.49 લાખ રૂપિયાથી ઘટીને 9.09 લાખ રૂપિયા રહી ગઈ છે.