ડ્રોન ઉડાવી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. અલબત્ત વિચારવામાં આ કંઈક અટપટુ લાગી રહ્યુ છે, પરંતુ આગામી સમયમાં ડ્રોન પણ માત્ર ટ્રેંડ પાયલટ જ ઉડાવશે. આ ડ્રોન પાયલટ તરીકે ઓળખાશે. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન ડ્રોન પાયલટની ટ્રેનિંગ માટે આ યોજના પર કામ કરી રહી છે. જલ્દી જ ઘણા ફીલ્ડમાં ડ્રોન ઉડાડવા માટે ટ્રેંડ પાયલટની જરૂરિયાત પડશે.
ફીલ્ડમાં પહેલાથી જ ડ્રોનનો વપરાશ
ટ્રેનિંગ મેળવનાર પાયલટ મોંઘા અને મોટા ડ્રોન ઉડાડશે. હવે તો રેલવેએ પણ ડ્રોનનો વપરાશ કરૂ કરી દીધો છે. ઓયલ કંપનીઓએ પોતાની પાઈપ લાઈનની દેખરેખ માટે પણ ડ્રોનનો વપરાશ શરૂ કરી દીધો છે. કેટલાક ફીલ્ડમાં પહેલાથી જ ડ્રોનનો વપરાશ થઈ રહ્યો છે. આ જાણકારી સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ આપી છે.
ડ્રોન પાયલટ માટે આ છે DGCAની યોજના
હવાઈ ક્ષેત્ર અને તેના રિસ્કને જોતા DGCA ડ્રોન પાયલના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તે માટે એક પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ ટ્રેનિંગ આપી ડ્રોન પાયલટ તૈયાર કરવામાં આવશે. ડ્રોન પાયલટ તૈયાર કરવા માટે આ ટ્રેનિંગ ફ્લાઈંગ એકેડમી અને ટ્રેંડ કોમર્શિયલ પાયલટ આપશે. જોકે, DGCA એ એ સ્પષ્ટ કર્યુ નથી કે, આગામી સમયમાં માત્ર ટ્રેંડ ડ્રોન પાયલટ જ ડ્રોનને ઉડાવી શકશે.
ડ્રોન પાયલટને આ રીતે મળશે લાખો રૂપિયા કમાવવાની તક
ડૉક્યૂમેન્ટ્રી હોય કે, કોમર્શિયલ વીડિયોગ્રાફી બંને જ કામમાં ડ્રોનનો વપરાશ સમયની સાથે વધતો જઈ રહ્યો છે. એટલુ જ નહી રેલવેએ પણ પોતાની સંસ્થાની સુરક્ષા માટે ડ્રોનનો વપરાશ કરવાનું શરૂ કરી દીધુ છે. દક્ષિણ-પશ્વિમ રેલવેએ સવારી ડબ્બાની કારખાનાની સુરક્ષા અને દેખરેખ માટે ડ્રોનનો વપરાશ શરૂ કરી દીધો છે. 32 લાખ રૂપિયાની કિંમતમાં 9 ડ્રોન ખરીદવામાં આવ્યા છે. હવે ડ્રોન ખૂબ મોટા અને મોંઘ આવવા લાગ્યા છે. તેથી જેવા ખાતામાં પેસ્ટીસાઈડનો છંટકાવ કરનારી કંપની, સિક્યોરિટીના ફીલ્ડમાં લાગેલ એજન્સી અને રિયલ એસ્ટેટના મોટા-મોટા પ્રોજેક્ટમાં પણ ડ્રોનનો વપરાશ થવા લાગ્યો છે.
DGCA એ નક્કી કર્યા આ નિયમ
- ડ્રોન ઉડાડવા માટે તેનુ રજિસ્ટ્રેશન, ઓપરેટર પરમિટ અને ઉડતા પહેલા ક્લિયરેંસ લેવુ જરૂરી છે. તે માટે DGCA ની વેબસાઈટ પર ડિજિટલ સ્કાય નામથી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યુ છે.
- DGCAથી ઈમ્પોર્ટ ક્લીયરેંસ સિવાય UIN અને UOP ચાલુ રહેશે. તો રિન્યૂઅલ પણ કરશે.
- UIN માટે 1 હજાર રૂપિયા અને UOP માટે 25 હજાર રૂપિયા ફી લાગશ. જોકે, UOP 5 વર્ષ સુધી વેલિડ હશે અને બાદમાં રિન્યૂઅલ માટે 10 હજાર રૂપિયાની ફી પણ આપવાની રહેશે.
- પ્રતિબંધિત ક્ષેત્રમાં ડ્રોનની મંજૂરી રક્ષા મંત્રાલય આપશે. ક્લીયરેંસ ગૃહ મંત્રાલય પાસેથી મળશે. ડ્રોન ઉડાડવાના નિયમોનું ઉલ્લંઘન કરવા પર IPC ની ધારા 287,336,337,338 હેઠળ દંડ અને સજાની પણ જોગવાઈ છે. DGCA, UIN અને UOP સસ્પેન્ડ અથવા રદ પણ કરી શકે છે.