શાપૂરજી પાલોનજી ગ્રુપે મંગળવારે જણાવ્યું હતું કે, ટાટા સન્સ માંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આ ગ્રુપ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સ (Tata Sons)સાથે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધોમાં આવેલી કડવાશને કારણે હવે જોડીના તૂટી જવાનો સમય આવી ગયો છે. સાયરસ મિસ્ત્રીના પરિવારનું ગ્રુપ છે. શાપુરજી પાલનજી ગ્રુપે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ‘અમારા અને ટાટા(Tata Sons)ના સંબંધો 70 વર્ષ જૂનાં છે. તે પરસ્પર વિશ્વાસ અને મિત્રતા પર બનાવવામાં આવ્યા હતા. મંગળવારે શાપુરજી પાલોનજી ગ્રુપે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ટાટા ગ્રુપ(Tata Sons)માંથી અલગ થવું જરૂરી બન્યું છે કારણ કે આ ચાલી રહેલા કાયદાકીય કાર્યવાહી આજીવિકા અને અર્થતંત્રને અસર કરી શકે છે. ભારે હૃદયથી, મિસ્ત્રી પરિવારનું માનવું છે કે બધા સ્ટોકહોલ્ડરો ગ્રુપો માટે શાપુરજી પાલોનજી ગ્રુપ અને ટાટા સન્સ(Tata Sons)નું અલગ થવાનું જ સારું રહેશે. શાપુરજી પાલોનજી ગ્રુપની બે રોકાણ કંપનીઓ દ્વારા ટાટા સન્સ(Tata Sons)માં 18.37 ટકા હિસ્સો છે. શાપુરજી પાલોનજી ગ્રુપે વિવિધ સ્રોતોથી 11,000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની યોજના બનાવી છે અને ટાટા સન્સમાં તેના 18.37 ટકાના હિસ્સા માટે કેનેડિયન રોકાણકાર સાથે રૂ. 3,750 કરોડના સોદા કર્યા છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે શાપુરજી પાલોનજીને ટાટા સન્સ(Tata Sons)ના શેર્સને 28 ઓક્ટોબર સુધી વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 5 સપ્ટેમ્બરના રોજ ટાટા ગ્રૂપે શાપુરજી પાલોનજી ગ્રુપની હિસ્સેદારી ગિરવે રાખવા માટે અટકાવવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ટાટા ગ્રુપ (Tata Sons)અને શાપુરજી પાલનજી ગ્રુપ વચ્ચેની કડવાશ ઓક્ટોબર, 2016માં તે સમયે આવી, જ્યારે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સ(Tata Sons)ના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા. ત્યારબાદ, ટાટા જૂથ (Tata Sons)અને સાયરસ મિસ્ત્રી વચ્ચે કાનૂની લડત ડિસેમ્બર 2016 થી ચાલી રહી છે. શાપુરજી પાલોનજી ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે ટાટા સન્સ(Tata Sons)નું હાલનું નેતૃત્વ હજી પણ આ તકોમાંનુ પોતાનો મુદ્દો સાબિત કરવા માટે ખોટી રીતે વેલ્યૂ ડિસ્ટ્રિક્ટિવ નિર્ણયો લઈ રહી છે. દુર્ભાગ્યવશ, આ પગલાં લઘુમતી હિસ્સેદારોને અસર કરી રહ્યા છે, પછી ભલે તે આપણે હોઈએ અથવા ટાટા ગ્રુપ(Tata Sons)ની લિસ્ટેડ કંપનીઓના લાખો અન્ય શેરહોલ્ડરો.તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મિસ્ત્રી ગ્રુપ તેની વ્યક્તિગત સંપત્તિની સુરક્ષા માટે ભંડોળ ઉભું કરી રહ્યું છે જેથી રોગચાળાના આ સમયગાળામાં ઉદ્ભવેલા સંકટનું સમાધાન થઈ શકે. 60000 કર્મચારીઓ અને 1 લાખ માઈગ્રન્ટ વર્કર્સની આજીવિકા બચાવી શકાય. પરંતુ આ ફંડ રેઈઝિંગને બ્લોક કરવાનું ટાટા સન્સ(Tata Sons)ની કાર્યવાહી તેમની વેરભાવપૂર્ણ માનસિકતાનું એક ઉદાહરણ છે.