સંસદે ટેક્સેશન અને અન્ય કાયદા (કેટલીક જોગવાઇઓમાં રાહત અને સંશોધન) વિધેયક, 2020 ને મંજૂરી(Taxation and Other Laws (Relaxation and Amendment of Certain Provisions) Bill, 2020) આપી દીધી છે. સાથે જ આગામી વર્ષ સુધી ટીડીએસ (TDS) માટે 25 ટકા છૂટ આપવામાં આવી રહી છે, જે 31 માર્ચ 2021 સુધી જારી રહેશે.
કયા પ્રકારની પેમેન્ટ અથવા આવક પર લાગુ થઇ શકે છે TDS
TDSમાં આપવામાં આવેલી 25 છૂટ તમામ પ્રકારની પેમેન્ટ્સ પર લાગુ થશે. તેમાં કમીશન, બ્રોકરેજ અથવા કોઇ અન્ય પ્રકારની પેમેન્ટ સામેલ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે તેનાથી 50,000 કરોડ રૂપિયાની લિક્વિડીટી લોકોના હાથોમાં રહેશે. સાથે જ જે લોકોને ઇનકમ ટેક્સ રિફંડ હજુ સુધી નથી મળ્યુ, તેમને જલ્દી જ ચુકવી દેવામાં આવશે. જણાવી દઇએ કે TDS વિભિન્ન પ્રકારની આવકના સ્ત્રોત પર કાપવામાં આવે છે, જેમાં સેલરી, રોકાણ પર મળેલુ વ્યાજ અથવા કમિશન સામેલ છે. TDS શરૂ કરવાનો હેતુ આવકના સ્ત્રોત પર જ ટેક્સ કાપી લેવાનો હતો.કોઇ વ્યક્તિને ટેક્સ કાપીને બાકીની રકમ આપી દેવામાં આવે તો ટેક્સ રૂપે કાપવામાં આવેલી રકમને TDS કહે છે. સરકાર લોકોની આવકના સ્ત્રોત પર કાપવામાં આવેલા TDS દ્વારા ટેક્સ એકત્રિત કરે છે. જણાવી દઇએ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યુ તો તેનાથી થતી આવક પર કોઇ TDS નહી ચુકવવુ પડે. સાથે જ જો તમે અપ્રવાસી ભારતીય (NRI) હોવ તો આ ફંડથી થયેલી આવક પર તમારે TDS ચુકવવુ પડશે. TDS ભરવાની જવાબદારી પેમેન્ટ કરનાર વ્યક્તિ અથવા સંસ્થાની હશે. તેના માટે કાપવામાં આવેલુ TDS સરકારના ખાતામાં જમા કરવુ જરૂરી છે.
કંપનીને TDS નહી કાપવા માટે પણ કહી શકે છે કર્મચારી
TDS કાપનારને સર્ટિફિકેટ જારી કરીને જણાવવુ જરૂરી હોય છે કે તેણે કેટલો ટેક્સ કાપીને સરકારને જમા કર્યો. પેમેન્ટ મેળવનાર વ્યક્તિ પોતાના ચુકવવામાં આવેલા ટેક્સનો TDS ક્લેમ કરી શકાય છે. જો કે, આ ક્લેમ તે નાણાકીય વર્ષમાં કરવાનો હોય છે. જો એક નાણાકીય વર્ષમાં કોઇ વ્યક્તિની આવક ઇનકમ ટેક્સ છૂટની મર્યાદા અંતર્ગત હોય તો તે એમ્પ્લોયરને ફોર્મ 15 G અથવા ફોર્મ-15 H ભરીને TDS કાપવાનું ન કહી શકે. જણાવી દઇએ કે ઇનકમ ટેક્સ એક્ટની ધારા-192 અંતર્ગત સેલરી મેળવનરા લોકો પાસેથી સરકાર દર વર્ષે TDS તરીકે ટેક્સ વસૂલે છે.
કંપની એક નાણાકીય વર્ષ માટે આ રીતે કેલ્ક્યુલેટ કરે છે TDS
ટેક્સ કાયદા અનુસાર, સેલરી ઇનકમ પર TDSનો દર કર્મચારીના ઇનકમ ટેક્સ સ્લેબ પર નિર્ભર કરે છે. સંસ્થા ઇનકમ ટેક્સના સરેરાશ દર પર ટેક્સ ચુકવણીને કેલ્ક્યુલેટ કરે છે. કુલ ટેક્સ ચુકવણીને કર્મચારીની કુલ ઇનકમથી ભાગાકાર કરીને સરેરાશ દર કાઢી શકાય છે. સેલરીથી ટેક્સ કાપવા માટે કર્મચારીનો ચુકવવાપાત્ર કુલ ટેક્સની ગણતરી કરવામાં આવે છે. તેના માટે તેની તરફથી ટેક્સ સેવિંગ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કર્મચારીની સેલરી અને ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટના આધાર પર તેની ગણતરી નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કરી લેવામાં આવે છે.
એક નાણાકીય વર્ષમાં નોકરી બદલવા પર કેવી રીતે થાય છે TDSની ગણતરી
કોઇ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઇ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં નોકરી જોઇન કરી શકે છે. તેવામાં તેણે એક નાણાકીય વર્ષની અંદર બે અલગ સંસ્થાઓમાંથી સેલરી મળશે. હવે TDS કાપવા માટે એક નવી સંસ્થા પર ઇનકમ ટેક્સના સરેરાશ દરને ગણતરી કરવાની જબાબદારી હશે. પરિણામે કર્મચારીને નવી કંપનીમાં ફોર્મ-12બી જમા કરવાનું રહેશે. આ ફોર્મમાં ગત કંપનીથી મળતી સેલરીની વિગતો હશે. તેનાથી તે પણ જાણી શકાશે કે પાછલી કંપનીએ કેટલુ TDS કાપ્યુ છે. નવી કંપની આ ફોર્મના આધારે જ બાકી નાણાકીય વર્ષના TDS કેલ્ક્યુલેટ કરશે.
સેલરી પર આ રીતે અસર કરશે TDS કપાતમાં 25 ટકાનો ઘટાડો
કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોની આર્થિક ફટકો પડ્યો છે. તેને ધ્યાનમાં લેતા સરકારે લોકોને 31 માર્ચ 2021 સુધી TDS કપાતમાં 25 ટકાનો ઘટાડો કરી દીધો છે. ઉદાહરણ તરીકે જો તમારો અત્યાર સુધી 10 ટકા TDS કપાતો હતો તો હવે આવકના સ્ત્રોત પર ફક્ત 7.5 ટકા ટેક્સ જ કપાશે એટલે કે હવે તમારી ટેક હોમ સેલરીમાં આ 2.5 ટકાનો વધારો થશે. સરકારે અધ્યાદેશ લાવીને આ વ્યવસ્થા 13મેથી લાગુ કરી દીધી હતી, જેના માટે સંસદમાં સંશોધન વિધેયક રજૂ કર્યુ હતુ, જેણે બંને સંસદોની મંજૂરી મળી ગઇ છે. આ સાથે જ સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરી દીધી છે.