નવજાત બાળકની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ રહી છે કે, કેમ તે તેની લંબાઈ અને વજન દ્વારા માપવામાં આવે છે. તેથી ડૉક્ટરો નવજાતનાં વજનનું નિરીક્ષણ કરવાની ભલામણ કરે છે. સામાન્ય રીતે નવજાતનું વજન 2.5 થી 3.5 કિગ્રા જેટલું હોય છે જે સામાન્ય છે. તેનાથી ઓછું અથવા વધુ વજન અસામાન્ય માનવામાં આવે છે. જન્મ બાદ બાળકનું વજન સ્વસ્થ રીતે વધે તે માટે માતાને કેટલીક વસ્તુઓની કાળજી લેવાની જરૂર છે.
દરેક વખતે રડતા સમયે ન પીવો દુધ
નવજાત શિશુનું રડવું એક સામાન્ય વાત છે. દર વખતે તે ભૂખને લીધે રડે છે તે જરૂરી નથી. કેટલીકવાર અસ્વસ્થતા અથવા ડરી જવાને કારણે પણ રડવા લાગે છે. આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, ઘણી મહિલાઓ બાળકના રડે છે કે તરત જ દૂધ પીવડાવવાનું શરૂ કરે છે, જેનાથી કેટલીક વાર અતિશય દૂધ પીવડાવી દે છે. જે બાળકના સ્વાસ્થ્ય માટે સારું નથી, જેમ ભૂખ કરતાં વધારે ખોરાક લેવાનું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. .
હેલ્દી ફૂડ આપો
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જ્યારે બાળક થોડુ મોટુ થઈ જાય અને તેમને સોલિડ ફૂડ આપવા લાગે તો કોશિશ કરો કે, બાળકને ફળ, શાકભાજી, સાબુત અથવા દાળ જેવા વગેરે હળવા-ફુલકી વસ્તુ બનાવી ખવડાવો. દરરોજ અલગ-અલગ પ્રકારની વસ્તુઓ આપો, જેનાથી બાળકને બધા પોષક તત્વ મળતા રહેશે અને તેમનુ વજન સ્વસ્થ રીતથી વધશે.
જબરદસ્તી ન ખવડાવો
જો બાળક ભોજન કરવા લાગે તો, ક્યારેય પણ તેને જબરદસ્તી ન ખવડાવો. તેને જેટલી ભૂખ લાગી હશે તેટલુ તે ખાઈ લેશે. જો ડૉક્ટર કહે કે, તમારા બાળકનું વજન ઓછુ છે તો તમે તેને ફોસલાવીને ખવડાવી શકો છે.
પરિવાર સાથે જમવાની આદત
જ્યારે બાળક ખોરાક લેવાનું શરૂ કરે છે, ત્યારે હંમેશા કુટુંબ સાથે બેસી ખાવાની ટેવ પાડો. સંશોધનકારોના જણાવ્યા મુજબ, પરિવાર સાથે જમતા બાળકોનું વજન વધારે હોવાની શક્યતા ઓછી હોય છે. તદ્ઉપરાંત પરિવાર સાથે બાળકોનું બોન્ડિંગ મજબૂત બને છે.