આવકવેરા વિભાગે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કર્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રીટર્ન ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તેથી જ કરદાતાઓએ વહેલી તકે રિટર્ન ફાઇલ કરી દેવી જોઈએ. તમને જણાવી દઇએ કે અગાઉ નાણાકીય વર્ષ 2018-19 માટે, ઈન્કમટેક્સ વિભાગે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. અગાઉ, અંતિમ તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખ પણ 30 નવેમ્બર, 2020 સુધી લંબાવી દેવામાં આવી છે. આ સમયમર્યાદા સામાન્ય રીતે 31 જુલાઈ સુધીની હોય છે.
હવે જો રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો શું થાય
જો કોઈ ટેક્સપેયર- કરદાતા દ્વારા આ સમયમર્યાદા સુધીમાં રિટર્ન ફાઇલ કરવામાં આવતી નથી તો પછી તે રિટર્ન ફાઈલ નહીં કરી શકે. સામાન્ય રીતે નક્કી કરેલી તારીખ સુધીમાં ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા પર દંડ લગાવવામાં આવે છે. માની લો કે તમે આરટીઆઈ ફાઈલિંગની ડેડલાઈન 31 જુલાઈ છે અને તમે 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઈલ નથી કરી તો તમને પેનલ્ટી આપવી પડશે.
ડિસેમ્બર પછી રીટર્ન ફાઇલ કરવામાં આવે તો 10,000 રૂપિયા દંડ
સમયમર્યાદા પૂરી થયા પછી, 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરવા પર 5000 રૂપિયા દંડ ચૂકવવો પડશે. જો ડિસેમ્બર પછી રીટર્ન ફાઇલ કરવામાં આવે તો 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આઇટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ થવાના પરિણામે ત્રણ મહિનાથી બે વર્ષની કેદ પણ થઈ શકે છે. જો આવકવેરાની બાકી રકમ રૂ. 25 લાખથી વધારે છે તો 7 વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે.
31 માર્ચ 2020 સુધી નાણાકીય વર્ષ2018-19 માટે રીટર્ન દંડ સાથે ફાઇલ કરી શકાય
કોઈપણ નાણાકીય વર્ષ માટે આકારણી વર્ષમાં રિટર્ન ફાઇલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, નાણાકીય વર્ષ ૨૦18-19 માટે એસેસમેન્ટ યર (આકારણી વર્ષ) 2019-20 થશે. 31 માર્ચ 2020 સુધી નાણાકીય વર્ષ2018-19 માટે રીટર્ન દંડ સાથે ફાઇલ કરી શકાય છે.
આવકવેરા રિટર્નમાં ત્રણ વખત અંતિમ તારીખમાં કરાયો વધારો
સીબીડીટીએ ગયા મહિને આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ત્રીજી વખત વધારી હતી. નાણાકીય વર્ષ 2018-19 માટેની આઇટીઆર 31 માર્ચ, 2020 સુધીમાં ફાઇલ કરવાની હતી. જો કે, અગાઉ આને 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેની ગત તારીખ 31 જુલાઇ કરવામાં આવી હતી અને હવે તેને 30 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવી દેવામાં આવી છે.