વલસાડના તરીયાવાડ વિસ્તારમાંથી આજે સવારે એક મહાકાય અજગર પકડાયો હતો. જેને જાવા માટે લોકટોળું ભેગું થઇ ગયું હતું.
વલસાડના તરીયાવાડ વિસ્તારમાં રહેતા નયનભાઇ વસંતભાઇ પટેલના ઘર નજીકના વાડામાં એક મહાકાય અજગર હોવાનું જણાતા તેમણે મહેશ ચૌહાણ ને આ અંગે જાણ કરી હતી. મહેશભાઇએ સ્થળ પર આવી આ મહાકાય અજગરને સલામત રીતે ખુલ્લી જગ્યામાં લઇ ગયા હતા. જ્યાં આ અજગરે ૩ મરઘીનો શિકાર કર્યો હતો. તે ૩ મરઘીને ઉગારી હતી. આ સાથે મહેશભાઇ ચૌહાણે આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે આ અજગરનો વજન આશરે ૨૦ કિ.લો. નો છે અને તેની લંબાઇ આશરે ૧૦ ફૂટ જેટલી છે જે શહેરી વિસ્તારમાં ભાગ્યે જ જાવા મળે છે અને આ અજગરને સલામત રીતે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવશે.