ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવાની સમસ્યામાં ખાળકૂવાનું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર વહી રહ્યું છે
સમસ્યાનો ઉકેલ ન આવે તો કોંગ્રેસ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી
પારડી શહેર અને તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ફરી એક વખત સ્થાનિક લોકોને સાથે રાખી વરસાદી પાણીના પ્રશ્નોના મુદ્દે મોર્ચો કાઢ્યો હતા. કોંગ્રેસના હોદ્દેદારો અને સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં પાલિકાના વોર્ડ નં ૪ થી ૯ માં અનેક સમસ્યા હોવા છતા તેનો ઉકેલ ન આવતો હોવાનો બળાપો કોંગ્રેસના કાર્યકરો એ ઠાલવ્યો હતો ઉગ્ર રજૂઆત બાદ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષે પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી હતી.
પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ફરી એક વખત સ્થાનિક લોકોને સાથે પાલિકા કચેરી ખાતે પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હેમંત ભગત, પારડી શહેર પ્રમુખ બિપિન પટેલ તથા વોર્ડ નંબર ૮ના વિસ્તારના સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ દેવેન્દ્ર શાહ, બાંધકામ અધ્યક્ષ અલી અન્સારી, પ્રમુખના ચેમ્બરમાં અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે વોર્ડ નંબર ૮ માં ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા છે ખાળકૂવાનું ગંદુ પાણી મારુતિ એપાર્ટમેન્ટ ના બિલ્ડીંગમાંથી જાહેર માર્ગ ઉપર વહી રહ્યું છે. તેમજ શૌચાલયો બનવવામાં આવેલ જેનો લોકો ઉપયોગ કરી શકે તેમ નથી અને ભષ્ટાચાર થયાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા નગરની વિવિધ સ્ટ્રીટ લાઇટ બંધ છે આ ઉપરાંત વોર્ડ નં ૬,૭ અને ૮ માં અનેક સમસ્યા હોવા છતા પાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી આ પ્રશ્નોના હલ ના થાય તો કોંગ્રેસ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી પાલિકા પ્રમુખએ સ્થાનિક લોકોએ પોતાના ઘર આગળ પડતી મુશ્કેલી અંગે સમસ્યાને હલ કરવાની ખાતરી આપી હતી ત્યારે કારોબારી અધ્યક્ષ દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજાને લઈને વધુ એક આવેદન પત્ર આજે આપ્યું છે અને ચૂંટણી આવે ત્યાં સુધી આ સિલસિલો આવેદન પત્ર આપવાનું કોંગ્રેસ ને અધિકાર છે હોવાનું પણ જણાવ્યું હતું.