જર્મનીમાં વિજ્ઞાનીઓએ એવા એન્ટિબૉડીઝની શોધ કરી છે જે કોરોના વાઈરસ વિરુદ્ધ અત્યંત પ્રભાવશાળી છે. તેનાથી કોરોનાની નિષ્ક્રિય વેક્સિન તૈયાર કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. સક્રિય રસીકરણના સ્થાને નિષ્ક્રિય રસીકરણનનો એ ફાયદો થશે કે શરીરમાં સીધા એન્ટિબૉડીઝ પહોંચી જશે, જે થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે. કોરોના(સાર્સ-કોવ 2) એન્ટિબૉડી જુદાં જુદાં અંગો સાથે ટિશ્યૂને જોડે છે જે સંભવિત રૂપે આડઅસર થવા દેતા નથી. અભ્યાસ જર્મનીની ચેરિટી હોસ્પિટલ અને જર્મન ન્યૂરોડીજેનેરેટિવ ડિસીઝ સેન્ટર(ડીઝેડએનઈ)ના વિજ્ઞાનીઓએ મળીને કર્યો હતો. તેમાં 600 અલગ અલગ એ લોકોના લોહીના એન્ટિબૉડીને કાઢવામાં આવ્યા જે કોરોનાના ચેપથી સાજા થયા હતા. લેબોરેટરીના માધ્યમથી તે એન્ટિબૉડીઝ સુધી પહોંચવામાં સફળતા મળી જે વાઈરસને ખતમ કરવા જરૂરી છે. દવા નિર્માતા કંપની હેટેરાએ શુક્રવારે તેની જેનેરિક ઓરલ એન્ટિવાઈરલ દવા ફેવિવિર-800/200 લોન્ચ કરી દીધી છે. આ દવા કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણવાળાં દર્દીઓની સારવાર માટે દેશમાં વાપરી શકાશે. આ દવાની કિટમાં 16 ગોળીઓ ફેવિપિરાવિર 800 એમજી અને બે ગોળીઓ ફેવિપિરાવિર 200 એમજીની છે. જેની કિંમત 2640 રૂપિયા છે. આ દવાને આપણા દેશના ડ્રગ્સ નિયામક ડીસીજીઆઈ ઉપયોગમાં લેવા માટે મંજૂરી પણ આપી દીધી છે.