અમેરિકન વૈજ્ઞાનિકોએ કોરોના અને ભાષા વચ્ચેનું કનેક્શન શોધ્યું છે. તેમના રિસર્ચ પ્રમાણે, જે અમેરિકન અંગ્રેજી બોલતા નથી તેમને કોરોનાનું વધારે જોખમ છે. અમેરિકામાં ઘણા એવા લોકો છે જેમની પ્રથમ ભાષા સ્પેનિશ કે કમ્બોડિયન છે. તેમનામાં કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ 5 ગણું વધારે છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચ માટે 300 મોબાઈલ ક્લિનિક અને 3 હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓના આંકડા ભેગા કર્યા હતા. મે મહિનામાં નેશનલ હેલ્થ સર્વિસિઝની હોસ્પિટલના આંકડા કહે છે કે, બ્રિટનમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને મૃત્યુનું સૌથી વધારે જોખમ અશ્વેત, એશિયન અને અલ્પસંખ્યકોને વધારે છે. સંક્રમણના કેસ આવ્યા તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો. હોસ્પિટલે જાહેર કરેલા આંકડા પ્રમાણે, શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતોમાં સંક્રમણ પછી મૃત્યુનો આંકડો ડબલ છે. અશ્વેત,એશિયન અને અલ્પસંખ્યકોને બેમ (BAME) કહે છે, એટલે કે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક.
કઈ ભાષાના સૌથી વધારે દર્દી?
- કોરોનાના 31 હજાર દર્દીઓ પર 29 ફેબ્રુઆરીથી 31 મે 2020 દરમિયાન રિસર્ચ થયું. તેમાં 18.6 ટકા અંગ્રેજી ભાષા બોલતા નહોતા, માત્ર 4 ટકા અમેરિકન અંગ્રેજી બોલનારા હતા.
- સંશોધકો પ્રમાણે, જેમની પ્રથમ ભાષા ક્મ્બોડિયન હતી તે ગ્રુપમાં સંક્રમિતનો આંકડો 26.9 હતો અને સ્પેનિશ અને એમ્ફેરિક બોલનારામાં આ આંકડો 25.1 ટકા હતો.
- માત્ર 5.6 ટકા અંગ્રેજી બોલનારા અમેરિકન સંક્રમિત થયા. આ ઉપરાંત જે ઘણી પ્રકારની ભાષા બોલતા હતા તે ગ્રુપમાં 4.7 ટકા દર્દીઓ સંક્રમિત થયા.
- ચીની ભાષા મેન્ડેરિન બોલનારામાં આંકડો 2.6 ટકા હતો. અરેબિક અને સાઉથ કોરિયામાં બોલનારા ગ્રુપમાં 2.8 અને 3.7% દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.