વર્તમાન સમયમાં સ્માર્ટફોનની સાથે એપ્લીકેશન મેકર્સ પણ ડાર્ક મોડનો ઉપયોગ કરવા લાગ્યા છે. વોટ્સપ, ફેસબુક અને ટ્વીટર પર ડાર્ક મોટ ઉપલબ્ધ છે. એટલુ જ નહી એન્ડ્રોઈડ 10માં ગૂગલને સિસ્ટમ-વાઈટ મોડો ઓપ્શન પણ આપી દીધો છે. ડાર્ક મોડ દેખાવમાં તો સારુ લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે, અહીંયા તમારી નાજુક આંખો માટે ખૂબ જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
વધ્યો ડાર્ક મોડનો ક્રેઝ
આ સમયે સ્માર્ટફોનના અલગ-અલગ એપ્સ માટે ડાર્ક મોડ ફીચર ખૂબ જ ટ્રેડિંગમાં છે. જાર્ક મોડ ઓન થવા પર સ્માર્ટફોનની ડિસ્પ્લે ડાર્ક અથવા બ્લેક કલરમાં થઈ જાય છે. જેના કારણે ઓછી રોશની આંખોમાં જાય છે અને વધારે મોડે સુધી તમે ફોનનો વપરાશ થાક્યા વગર કરી શકો છો, પરંતુ ડાર્ક મોડ જ્યાં દિવસ માટે સારુ છે તો રાત્રીના સમયે તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
વિઝન બનશે નબળું
જો તમે લાંબા સમય સુધી પોતાના સ્માર્ટફોન પર ડાર્ક મોડનો વપરાશ કરો છો તો, બાદમાં તમારી આંખો તેનાથી જ અડોપ્ટ કરી લે છે અને વાઈટ કલરના ટેક્સ્ટ વાંચવા ખૂબ જ સારા લાગે છે, પરંતુ જ્યારે તમે લાઈટ મોડ પર જાવ છો તો તેની સીધી અસર તમારી આંખો પર પડે છે. લાઈટથી ડાર્ક ટેક્સ્ટની વચ્ચે સ્વિચ કર્યા બાદ તમારી આંખો અચનાક આ ચેન્જને અડોપ્ટ કરી શકતી નથી અને એવામાં બ્રાઈટબર્નની સ્થિતિ પણ જોઈ શકાય છે.
આંખોમાં એસ્ટિગમેટિજ્મ થઈ શકે છે.
અમેરિકન ઓપ્ટોમેટ્રિક એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ડાર્ક મોડનો વપરાશ કરનાર લોકોમાં એસ્ટિગમેટિજ્મ નામની બીમારી સામે આવી રહી છે. જેમાં એક આંખ અથવા બંને આંખોના કોર્નયાનો શેપ કેટલાક અજીબ થઈ જાય છે અને બ્લર દેખાવા લાગે છે. જેના કારણથી લોકો વ્હાઈટ બેકગ્રાઉન્ટ પર બ્લેક ટેક્સ્ટની સરખામણીમાં બ્લેક બેકગ્રાઉન્ટ પર વ્હાઈટ ટેક્સ્ટ સરળતાથી વાંચી શકો નહી. ડિસ્પ્લે બ્રાઈટ હોવાથી આઈરિસ નાનું થઈ જાય છે. જેનાથી ઓછી લાઈટ આંખમાં જાય છે અને ડાર્ક ડિસ્પ્લેની સાથે ઉલ્યુ થઈ જાય છે. એવામાં આંખના ફોકસ પર અસર પડે છે.
એવામાં શું કરવું?
આંખો પર ડાર્ક મોડના કારણે જો કોઈ નુકસાન નથી થવા દેતા તો તમારે ડાર્ક મોડ અને લાઈટ મોડ બંનેની વચ્ચો-વચ્ચમાં સ્વિચ કરતા રહેવુ જોઈએ. જ્યાં સુધી સંભવ છે તો સ્માર્ટફોનની ડિસ્પ્લેની બ્રાઈટનેસ ઓછી રાખવી જોઈએ. દિવસમાં લાઈટ મોડનો વપરાશ કરો જ્યારે કે, રાત્રે ડાર્ક મોડનો વપરાશ સારી રીતે કરવો જોઈએ.