અમેરિકાના ફ્લોરિડામાં ડોક્ટરોએ કહ્યુ છે કે તેમને કોરોના વાયરસ રોગનો ઈલાજ શોધી લીધો છે. ડૉક્ટરોનું કહેવું છે કે નવી સારવારથી 100 ટકા સફળતા મળશે. અમેરિકાના ફ્લોરિડામાં એડવેન્ટહેલ્થ હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે તેઓએ ચાર પ્રકારની દવાઓને જોડીને ICAM નામની થેરેપી બનાવી છે. આ થેરેપીને રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવાનાં લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવી છે.Fox35orlando.com પર પ્રકાશિત અહેવાલ મુજબ, નવી થેરેપીને તૈયાર કરનારા ડોકટરોએ રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવાની સાથે સાથે ફેફસાંને ઈન્ફ્લેમેશન બચાવવા માટે કાળજી લીધી છે. હાલમાં, નવી થેરેપીનું ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવામાં આવી રહ્યુ છે અને ડોક્ટરોને સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખે છે.જો ICAM થેરેપી ટ્રાયલ દરમિયાન સલામત અને અસરકારક સાબિત થાય છે, તો કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા વિના પણ ICAM દ્વારા સારવાર આપી શકાય છે.
તમને જણાવી દઈએ કે એક પણ કોરોના દવા હજી સુધી મળી નથી કે જે મોટા ભાગના ગંભીર દર્દીઓના જીવ બચાવી શકે.તો, સમગ્ર વિશ્વમાં કેટલાક ડઝન કોરોના રસીનું ટ્રાયલ પણ કરવામાં આવી રહ્યુ છે, પરંતુ ઘણા નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે માત્ર રસી દ્વારા કોરોના રોગચાળાને ખતમ કરવું સરળ નથી. તે પણ જરૂરી નથી કે રસી દરેક વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરી શકે, તેથી નિષ્ણાતો અન્ય વિકલ્પોની પણ શોધ કરી રહ્યા છે.એડવેન્ટલ્થ હોસ્પિટલના ડારેક્ટર ઓફ ફાર્મસી કાર્લેટ નોરવૂડ વિલિયમ્સે ફોક્સ 35 ને કહ્યું કે અભ્યાસના પરિણામો બહાર આવ્યા પછી, અમે આગળના પગલા વિશે માહિતી મેળવીશું. પરંતુ તેમણે કહ્યું કે ICAM દર્દીઓને ગંભીર રીતે બિમાર થવાથી બચાવે છે, તેથી તેમને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર નથી. સંશોધનકારોએ જણાવ્યું છે કે નવા ઉપચાર દ્વારા કોરોના દર્દીઓના 96.4 ટકા લોકોનો જીવ બચાવી શકાય છે. સંશોધનકારો એપ્રિલથી આ ઉપચાર પર કામ કરી રહ્યા છે.ડૉક્ટરોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ICAM નવી દવા નથી, પરંતુ તેની જગ્યાએ 4 દવાઓ એકસાથે ઉપયોગમાં લેવામાં આવી છે. આમાં ઇમ્યુનોસપોર્ટર્ટ દવાઓ (વિટામિન સી અને ઝીંક), Corticosteroids, Anticoagulants અને Macrolides શામેલ છે.