વલસાડના કચીગામના રહીશો એ ગામમાં વિકાસના કામો નહીં થતાં ગ્રામજનો એ દોષ નો ટોપલો ભાજપ સંગઠન પર ધોળિયો હતો અને વલસાડ ભાજપ સંઠન દ્વારા કચીગામમાં વિકસના કામોમાં કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું. જેના માટે ગ્રામજનો એ આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ ને આ બાબતે રજૂઆત સાથે ગ્રામપંચાયત ના સભ્યો એ રાજીનામાં આપ્યા હતા.
રાજીનામાં ના સમાચાર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર ડિસેમ્બરમાં હોવાથી સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે.