શહેરમાં કોરોનાનો રીકવરી રેટ 90 સુધી પહોંચી ગયો છે. પરંતુ કોરોનામાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ છે. તે માટે સુરતમાં સિવિલ અને સ્મીમેર ખાતે કોવિડ ફોલોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે પરપ્રાંતથી અંદાજે 1.34 લાખ કારીગરો પરત આવ્યા બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં રિકવરી રેટ 90 ટકા થયો છે. અને મૃત્યુ દર 2. 5 ટકા સુધી ઘટ્યો છે. પરંતુ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે બીજી બાજુ પાલિકાએ હીરા ઉદ્યોગમાં કોરોના કેસ વધતા મીની બજારમાં કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. સાથે સાથે જાગૃતતાના બેનરો પણ લગાડ્યા છે. શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સાજા થયેલા દર્દીઓને પણ ઇન્ફેક્શનનું જોખમ ઉભું થયું છે. સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા હોય એમ કહી શકાય છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સાજા થયેલા કેટલાક દર્દીઓ મહિના બાદ ફરી હૃદય, ફેફસા, અને શ્વાસો શ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને લઈ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ ફોલોપ સેન્ટર શરૂ કરાયા છે.