વાપી : વાપીમાં હ્યુન્ડાઇ કંપનીના શો રૂમ ડીવાઇન મોટર્સને સૌથી વધુ કાર વહેંચવા માટે એવોર્ડ એનાયત કર્યો હતો.
હ્યુન્ડાઇ કંપની દ્વારા ડીવાઇન મોટર્સને સૌથી વધુ કાર વેંચવા બદલ બર્લિન ખાતે ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હ્યુન્ડાઇ કંપની દ્વારા ડીવાઇન મોટર્સને એક વર્ષમાં 2600 જેટલી કારના વેંચાણ માટે ખાસ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી .જે અંતર્ગત ડીવાઇન મોટર્સને બેસ્ટ હોલસેલ રિટેઇલ્સ ટાર્ગેટ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરાયુ હતું. કાર માર્કેટમાં વાપીનું નામ દુનિયાના નકશા પર ચમકતુ કર્યુ છે.
પિયુષ દેસાઇએ હ્યુન્ડાઇ કંપની દ્વારા અપાયેલા એવોર્ડનો શ્રેય વાપી, વલસાડ, સેલવાસના કારચાહકોને આપ્યો હતો. હ્યુન્ડાઇ કંપનીની કાર પસંદ કરવા બદલ આભાર માન્યો હતો.