હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ કરીને એની કરોડરજ્જૂ તોડી નાખ્યા બાદ એની જીભ કાપી નાખી એ ઘટનાએ ઘણા લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. પરંતુ પોલીસ રેકર્ડ તપાસીએ તો આવી ઘટનાઓ હવે લગભગ રોજની થઇ પડી હતી. મધ્ય પ્રદેશના ભોપાલમાં બે દિવસની એક બાળકી પર વિકૃત મનોદશા ધરાવતા યુવકે એકસો વખત સ્ક્રૂ ડ્રાઇવર ભોંક્યું હતું. બાળકી મરણ પામી ત્યારે એને કપડામાં વીંટાળીને એક મંદિર પાસે ફેંકી દીધી. આ બાળકીના શરીર પરના જખમ જોઇને પોલીસ પણ ધ્રૂજી ઊઠી હતી.બીજા એક કિસ્સામાં ભીષણ ગરીબીના કારણે એક દંપતીએ માત્ર ત્રણ હજાર રૂપિયામાં પોતાની પુત્રીને વેચી દીધી હતી. એને લઇ જનારે એવો દાવો કર્યો હતો કે હું એની પાસે ઘરકામ કરાવીશ. વાસ્તવમાં સતત બે વર્ષ સુધી એના પર બળાત્કાર થતો રહ્યો. એક કમનસીબ પળે એ પ્રેગનન્ટ થઇ ત્યારે પેલાએ એને ઘરમાંથી કાઢી મૂકી. પેલી સડકો પર ભટકતી રહી. એને બચાવવામાં આવી ત્યારે સઘન કાઉન્સેલિંગ પછી એણે પોતાની આપવીતી વર્ણવી હતી.ત્રીજા કિસ્સામાં પાટનગર નવી દિલ્હીમાં માતાપિતા મજૂરીએ જતાં હતાં એ જોઇને પાડોશના એક યુવકે 7 વર્ષની બાળાને ફોસલાવી પટાવીને નિર્જન સ્થળે લઇ જઇને એના પર બળાત્કાર કર્યો હતો. સાંજે માતા પિતા કામ પરથી આવ્યાં અને પુત્રીને ન જોઇ એટલે હાંફળા ફાફળા થઇને શોધવા નીકળ્યા. છોકરી સૂમસામ સ્થળે રડતી બેઠી હતી.આવા તો અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ન નોંધાયેલા કિસ્સા તો અલગ.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.