વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 35 લાખ 49 હજાર 873 લોકોને ચેપ લાગ્યો છે. 10 લાખ 6 હજાર 379 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં છે. ભારતમાં કોવિડ -19 કેસોથી (Covid-19 Cases in India)અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં મોટાભાગના પુરુષો છે. દરમિયાન, એક નવા અધ્યયનમાં, કોરોના વાયરસને કારણે વધુ મોત અંગે ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. અભ્યાસ અનુસાર, કોરોના પુરુષોમાં મુખ્ય સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન (Testosterone) પર હુમલો કરી રહ્યુ છે. આને કારણે તેની તબિયત લથડી રહી છે અને ચેપ લાગ્યાં બાદ શરીર નબળું પડી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુ થઈ જાય છે.
‘ધ એજિંગ’ પુરુષ મેગેઝિનમાં માહિતી
મેર્સિન યુનિવર્સિટીનાં રિસર્ચર્સ અને તુર્કીની મર્સિન સિટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલના સંશોધનકારોએ ‘ધ એજિંગ’ નામના પુરુષ મેગેઝિનમાં આ માહિતી આપી છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પહેલીવાર, અમારું ડેટા સૂચવે છે કે COVID-19 SARS-CoV-2 થી સંક્રમિત પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પાડી શકે છે. લો સીરમ કુલ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડે છે જેથી દર્દીનું શરીર વાયરસ સામે લડવામાં અસમર્થ હોય. તેને સીધા આઈસીયુની જરૂર પડે છે. આવા દર્દીઓનાં મોતની સંખ્યા વધારે છે.
સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું
મેર્સિન યુનિવર્સિટીનાં રિસર્ચર્સ અને તુર્કીની મર્સિન સિટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલના સંશોધનકારોએ ‘ધ એજિંગ’ નામના પુરુષ મેગેઝિનમાં આ માહિતી આપી છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પહેલીવાર, અમારું ડેટા સૂચવે છે કે COVID-19 SARS-CoV-2 થી સંક્રમિત પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પાડી શકે છે. લો સીરમ કુલ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડે છે જેથી દર્દીનું શરીર વાયરસ સામે લડવામાં અસમર્થ હોય. તેને સીધા આઈસીયુની જરૂર પડે છે. આવા દર્દીઓનાં મોતની સંખ્યા વધારે છે.
ટેસ્ટોસ્ટેરોન દર વર્ષે 0.8-2% ઘટે છે
અભ્યાસ કહે છે કે 40 વર્ષ પછી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન દર વર્ષે 0.8-2 ટકાનો ઘટાડો કરે છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા વૃદ્ધ પુરુષ દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે. તેમની રિકવરી મોડી થાય છે અથવા થતી જ નથી.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDA અનુસાર, માણસના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની નોર્મલ રેન્જ ડેસીલીટરદીઠ 300 થી 1 હજાર નેનોગ્રામ હોવી જોઈએ, પરંતુ જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 300 ની નીચે જાય છે ત્યારે તેને ટેસ્ટોસ્ટેરોન સ્તરની ઉણપ તરીકે જોવામાં આવે છે છે. કિશોરાવસ્થા અને યુવાનીમાં આ હોર્મોન ઝડપથી વધે છે, પરંતુ પછીથી જેમ જેમ ઉંમર વધવાની શરૂ થાય છે તેમ તેનું સ્તર પણ ઘટવાનું શરૂ કરે છે.
438 દર્દીઓના નમૂના લીધા
આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત એક અધ્યયનમાં, 438 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંના 232 પુરુષો હતા. “આ વસ્તીમાં, ટેસ્ટોસ્ટેરોનથી સંબંધિત SARS-CoV-2 ચેપગ્રસ્ત હાયપોગોનાડલ પુરૂષ દર્દીઓમાં રિકવરી બહુજ ધીમી હતી અથવા તો ના બરાબર હતી.
આ સ્ટડીમાં યોગદાન આપનારા યુરોલોજીના પ્રોફેસર સેલાહિટિન જણાવે છે, ‘ટેસ્ટોસ્ટેરોન શ્વસન અંગોની ઈમ્યૂનિટી સિસ્ટમ સાથે જોડાયેલું છે. તેનું નીચલું સ્તર શ્વસન ચેપનું જોખમ વધારી શકે છે. જેના કારણે દર્દી પણ પાછળથી મૃત્યુ પામે છે.
દેશોનાં આંકડાઓ શું કહે છે
અમેરિકામાં, કોવિડ -19 ના 5,700 દર્દીઓમાં 60% પુરુષો હતા, જ્યારે બાકીની મહિલાઓ હતી. તો, ICUમાં પહોંચેલા કોરોના દર્દીઓમાં 66.5% પુરુષ દર્દીઓ હતા. ત્યારથી, ઇટાલી, ફ્રાન્સ, યુકે, જર્મની અને દક્ષિણ કોરિયામાં પણ એક સમાન પેટર્ન જોવા મળી છે. યુકે દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ, પુરુષોમાં કોરોનાને કારણે થતાં મૃત્યુ મહિલાઓની સરખામણીમાં લગભગ બમણા છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભાગના ડેટા પણ તે જ કહે છે.
અન્ય રોગોમાં પણ આ જ વલણ
કોરોના પરિવારના અન્ય રોગોમાં પણ સમાન વલણો જોવા મળ્યા હતા. જેમ કે, 2003માં SARS દરમિયાન અથવા 2012 માં MERS દરમિયાન, પુરુષોમાં મૃત્યુ દર સ્ત્રીઓ કરતા વધુ હતો. વૈજ્ઞાનિક જર્નલ વેસ્ટર્ન Western Journal of Emergency Medicine (WJEM)માં, આ મહિનાના અભ્યાસમાં આ બધા ડેટા આપવામાં આવ્યા છે. એટલે સુધીકે, શ્વસન માર્ગને લગતા રોગોના કારણે પુરુષોના ઉંચા મૃત્યુ દરને કારણે આવા રોગોને “man flu” પણ કહેવામાં આવે છે.
આનુવંશિક સંરચના પણ હોઈ શકે છે જવાબદાર
એવું માનવામાં આવી રહ્યુ છે કે, સ્ત્રીઓની આનુવંશિક રચના પણ આ માટે જવાબદાર હોઈ શકે છે, જેમાં બે X રંગસૂત્રો હોય છે. આ X રંગસૂત્રોમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરનારા મોટાભાગના જીન્સનો સમાવેશ થાય છે. જ્યારે Y રંગસૂત્રમાં તેની સરખામણીમાં ઓછા હોય છે. તે જ કારણથી બીમારીઓ સામે લડવામાં તેમની રોગપ્રતિકારક શક્તિ પુરુષો કરતાં વધુ સારી રીતે કાર્ય કરે છે. આ સિદ્ધાંતની સાથે, વૈજ્ઞાનિકો હવે સેક્સ હોર્મોન્સનો પણ અભ્યાસ કરી રહ્યા છે.