નવી દિલ્હી : મોટોરોલા ભારતમાં તેના લોકપ્રિય મોટો રેઝરનો નવો અવતાર મોટો રેઝર 5જી (Moto Razr 5G) લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના જણાવ્યા અનુસાર Moto Razr 5G ભારતમાં 5 ઓક્ટોબરના રોજ લોન્ચ થશે.
કંપનીએ કહ્યું છે કે મોટો રેઝર 5 જી ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર મળશે. કંપની તેને 5 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન ગયા મહિને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો હતો.
મોટો રેઝર 5 જી પાછલા રેઝરનો અપગ્રેડ ફોન છે અને તે ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ છે. ડિસ્પ્લે વળે છે અને કંપનીએ OLED ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. મુખ્ય સ્ક્રીન 6.2 ઇંચની છે અને તેમાં કવર ડિસ્પ્લે પણ છે.
Moto Razr 5Gમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 765 જી આપવામાં આવી છે. તેની કિંમત અમેરિકામાં 1,399 ડોલર (લગભગ 1.03 લાખ રૂપિયા) છે.
આ ફોન ગોલ્ડ, ગ્રેફાઇટ અને મરકરી કલર વેરિએન્ટમાં આપવામાં આવશે. ભારતમાં તેની કિંમત 1 લાખની નજીક હોઈ શકે છે.