ઘરે કેવી રીતે બનાવવા અસલી જોધપુરી મરચા વડા?

4 Min Read

જોધપુરી ભરેલા મરચા વડા (Mirchi Vada) બનાવવાની પરફેક્ટ રીત

જોધપુરી મરચા વડા તેના ખાસ મસાલા અને ઉપરના ક્રિસ્પી પડને કારણે ખાવામાં ખૂબ જ લાજવાબ લાગે છે. તે બનાવવા માટે તમારે બજારમાંથી ભાવનગરી મરચાં (જે ઓછા તીખા હોય અને મોટા હોય) લાવવા પડશે.

vada.jpg

- Advertisement -

જરૂરી સામગ્રી (Ingredients)

  • આદુ-લસણની પેસ્ટ માટે:
  • લસણ: 2 કળી (સમારેલી)
  • આદુ: 1 ઇંચનો ટુકડો
  • લીલા મરચાં: 4 નંગ (ઓછા તીખા)
  • ખીરું (Batter) તૈયાર કરવા માટે:
  • ચણાનો લોટ (બેસન): 2 કપ
  • અજમો: ¼ ચમચી
  • દેગી લાલ મરચું: ½ ચમચી
  • હિંગ: એક ચપટી
  • તેલ: 1 ચમચી (ખીરામાં નાખવા માટે)
  • મીઠું: સ્વાદ મુજબ
  • ખાંડ: ½ ચમચી
  • પાણી: જરૂર મુજબ
  • વિનેગર: 1 ચમચી
  • બેકિંગ સોડા: 1 ચમચી
  • સ્ટફિંગ (બટાકાનો મસાલો) માટે:
  • તેલ: 2-3 ચમચી
  • જીરું: 1 ચમચી
  • વરિયાળી: ½ ચમચી
  • હિંગ: એક ચપટી
  • બાફેલા બટાકા: 6 નંગ (છોલીને મેશ કરેલા)
  • આખા ધાણા: 2 ચમચી (શેકીને અધકચરા કુટેલા)
  • હળદર: ½ ચમચી
  • આમચૂર પાવડર: 1 ચમચી
  • લીંબુના ફૂલ (Citric Acid): 1 ચમચી
  • ખાંડ અને મીઠું: સ્વાદ મુજબ
  • લીલા ધાણા: સમારેલા

બનાવવાની રીત (Process)

1. મસાલા અને આદુ-લસણની પેસ્ટ

સૌ પ્રથમ આદુ, લસણ અને લીલા મરચાંને ખંડણીમાં નાખીને અધકચરા વાટી લો. એક પેનમાં આખા ધાણાને 2-3 મિનિટ ધીમા તાપે શેકી લો. સુગંધ આવે એટલે તેને પેપર પર કાઢી વેલણ વડે અધકચરા કરી લો. આ શેકેલા ધાણાનો સ્વાદ વડામાં ખૂબ જ સરસ આવે છે.

- Advertisement -

2. ચણાના લોટનું ખીરું તૈયાર કરવું

એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં અજમો, મીઠું, લાલ મરચું, હિંગ, ખાંડ અને થોડું તેલ ઉમેરો. હવે જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ અને સ્મૂધ ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું ન રાખવું, નહિતર મરચાં પર તે ટકશે નહીં. છેલ્લે તેમાં વિનેગર અને બેકિંગ સોડા નાખીને બરાબર ફેંટી લો. તેને 10 મિનિટ સાઈડમાં રાખો.

3. ચટાકેદાર બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત

- Advertisement -

એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, વરિયાળી અને હિંગનો વઘાર કરો. હવે તૈયાર કરેલી આદુ-લસણની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળો. ત્યારબાદ મેશ કરેલા બાફેલા બટાકા, શેકેલા ધાણા, લાલ મરચું, હળદર અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. આ મસાલાને 5-6 મિનિટ સુધી મધ્યમ તાપે ચઢવા દો. છેલ્લે તેમાં ખાંડ, આમચૂર પાવડર અને લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) ઉમેરો. ગેસ બંધ કરી ઉપરથી પુષ્કળ લીલા ધાણા નાખીને મસાલાને ઠંડો થવા દો.

4. મરચાંને તૈયાર કરવા અને ભરવા

ભાવનગરી મરચાંને ધોઈને વચ્ચેથી કાપો પાડો અને અંદરના બી કાઢી નાખો. મરચાંની અંદર થોડું મીઠું છાંટો જેથી મરચાં મોળા ન લાગે. હવે તૈયાર કરેલો બટાકાનો મસાલો મરચાંની અંદર મજબૂત રીતે ભરો. જોધપુરી સ્ટાઇલમાં મરચાંની ઉપર પણ બટાકાના મસાલાનું એક પાતળું પડ લગાવવામાં આવે છે, જેથી વડા મોટા અને સ્વાદિષ્ટ બને.

vada1.jpg

5. તળવાની રીત

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે ભરેલા મરચાંને ચણાના લોટના ખીરામાં ડબોળીને તેલમાં મૂકો. મરચાં વડાને મીડીયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વિંગ અને સજાવટ

તમારા ગરમાગરમ જોધપુરી મરચા વડા તૈયાર છે! તેને વચમાંથી કાપીને ઉપર થોડો ચાટ મસાલો છાંટી શકો છો. આ વડાને તીખી લીલી ચટણી અને ગળી આંબલીની ચટણી સાથે સર્વ કરો. તેની સાથે જો તળેલી લસણની ચટણી હોય તો સ્વાદ બમણો થઈ જશે.

ખાસ ટિપ્સ (Pro Tips)

  1. વરિયાળી અને ધાણા: આ બે વસ્તુઓ જોધપુરી મસાલાનો જીવ છે, તેને સ્કીપ ન કરવી.
  2. બેકિંગ સોડા: ખીરામાં સોડા અને વિનેગર નાખવાથી વડાનું ઉપરનું પડ એકદમ ફૂલેલું અને પોચું બનશે.
  3. મસાલાનું પડ: જો તમને બહાર જેવો લુક જોઈએ તો મરચાંની બહારની બાજુ પણ થોડો બટાકાનો મસાલો લગાવો અને પછી ખીરામાં ડબોળો.
TAGGED:
Share This Article