સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે નવા મોબાઈલ જોડાણ આપવા માટે આધાર બેઝડ વેરિફિકેશન ચાલુ રાખવું કે નહીં એ બાબતે ફોન કંપ્નીઓ ડીઓટી પાસેથી નવા નિર્દેશની રાહ જોઈ રહી છે. જો કે રાજ્યસભાના સભ્ય રાજીવ ચંદ્રશેખરના મતે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટેલિકોમ કંપ્નીઓ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ, ઈ-કોમર્સ કંપ્નીઓ અને એપ ડેવલપર્સ દ્વારા ગ્રાહકોના ડેટા મેનેજમેન્ટની પ્રક્રિયામાં આમુલ પરિવર્તન આવશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગુવારના ચુકાદામાં ગુપ્તતાને નાગીરકનો મુળભુત અધિકાર ગણાવ્યો છે.
ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપ્નીઓ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને ઈ-કોમર્સ કંપ્નીઓએ ગ્રાહક પાસેથી લેવાતા ડેટા અંગે બહ સાવચેતી રાખવી પડશે. જો કે ટુંકા ગાળમાં ટેલિકોમ કંપ્નીઓ માટે તમામ પ્રક્રિયા યથાવત રહેશે.