યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. CBI કોર્ટે તેમને દોષિત જાહેર કરતા આગામી ૨૮મી એ સજાની જાહેરાત કરવાનું એલાન કર્યું છે. શહેરમાં કડક સિક્યુરિટી વચ્ચે પણ લાખો સમર્થકો પંચકૂલા પહોંચ્યા છે. આજે વહેલી સવારથી જ સમર્થકોની કોર્ટની બહાર ભીડ થવા લાગી હતી. હરિયાણાના સિરસાની સ્થિતિ જોતા ગુરુવાર સાંજથી જ અહીં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે સમર્થકોને શાંતિની અપીલ કરી હતી. ચુકાદાના પગલે પંચકુલાના રહેણાંક વિસ્તારમાં હાલમાં વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ સાથે જ કોર્ટ રૂમથી તેમને સીધા જેલમાં લઇ જવામાં આવશે. અને ૨૮મી ના રોજ સજા અંગેની સુનાવણી થશે.
રામ રહીમને દોષિત જાહેર કરાતા જ તેમના સમર્થકોએ કોર્ટની બહાર હોબાળો શરૂ કરી દીધો હતો. બે ચેનલોનો ઓબી વાનમાં આગચંપી કરવામાં આવી છે. તેમજ બે જેટલા રેલવે સ્ટેશન પર પણ આગ ચાંપવામાં આવી છે. ભીડને નિયંત્રણમાં લેવા માટે સેનાએ ટીયર ગેસ છોડવા પડ્યા હતા. સમર્થકોએ બે મીડિયા ચેનલની ઓબી વૈન પણ તોડી નાખી હતી. તે ઉપરાંત પંજાબના બે રેલવે સ્ટેશન ઉપર પણ આગ લગાડવામાં આવી હતી.