ડેરા સચ્ચા સોદાના પ્રમુખ બાબા રામરહિમને સાધ્વીના બળાત્કાર કેસમાં દોષિત ઠેરવાયા બાદ ધારણા પ્રમાણે જ પંજાબ અને હરિયાણામાં બેફામ રમખાણો ફાટી નીકળ્યા છે અને રેલવે સ્ટેશનોને આગ લગાડવાનું શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત તોફાની ટોળાએ સીમલા હાઈ-વે પર આવક-જાવક કરતી કાર ઉપર તોડફોડ શ કરી દીધી હતી. જ્યારે બે ન્યુઝ ચેનલની ઓબી વેનને પણ તોડી નાખી હતી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં અશ્રગેસ છોડવામાં આવી રહ્યા છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસે હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના બે રેલવે સ્ટેશનો પૈકીના એક મલોટ અને અન્ય એક સ્ટેશનને આગ લગાડી દેવામાં આવી છે અને અહીં ઉપસ્થિત લોકો ઉપર રામરહિમના સમર્થકોએ હુમલા કરવાનું શ કરી દીધું છે.આ ઉપરાંત જ્યાં રામરહિમને દોષિત ઠેરવાયા તે પંચકુલામાં કોર્ટની આસપાસ બેફામ તોફાનો ફાટી નીકળ્યા છે.બાબાના સમર્થકોએ ન્યુઝ ચેનલ આજતક અને ટાઈમ્સ નાઉની ઓબી વેનનો કચ્ચરઘાણ વાળી દીધો હતો