નવી દિલ્હી : ચૈન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં 2000 રન બનાવનાર અને 110 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં જાડેજાએ 35 બોલમાં 50 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં તેણે 2 સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ સિવાય જાડેજા 2000 રન બનાવનાર અને લીગમાં 50 થી વધુ વિકેટ લેનાર ચોથો ક્રિકેટર છે. આ કિસ્સામાં, તે શેન વોટસન, કેરોન પોલાર્ડ, જેક કાલિસની સૂચિમાં જોડાયો છે.
જાડેજાએ એક નિવેદનમાં કહ્યું, ‘આઈપીએલના ઇતિહાસમાં આ બેવડી સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ક્રિકેટર હોવાનો મને આનંદ છે. તે મને સખત મહેનત કરવા પ્રેરે છે. હું આશા રાખું છું કે મારું કુટુંબ અને દર્શકો જેમને ક્રિકેટ પસંદ છે તે મારા પર ગર્વ કરશે.
31 વર્ષીય જાડેજા આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 176 મેચ રમ્યો છે. તેણે ચૈન્નાઈ સુપર કિંગ્સ સાથે 106, ગુજરાત લાયન્સ સાથે 27, કોચી ટસ્કર્સ સાથે 14 અને રાજસ્થાન રોયલ્સ સાથે 27 મેચ રમી છે.