અમેરિકામાં મેદસ્વિતાનો દર વધવાની સાથે કોરોના વાઈરસ પર નિયંત્રણમાં તેની ભૂમિકા ગુંચવણભર્યો વૈજ્ઞાનિક સવાલ બની ગયો છે. તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, વધુ વજન ધરાવતા લોકો સામાન્ય લોકોની સરખામણીએ ગંભીર હુમલાનો ભોગ બને છે. માનવ અને પ્રાણીઓની કોશિકાઓ પર પ્રયોગથી જાણવા મળ્યું કે, વધુ ચરબી કેવી રીતે શરીરની રોગ-પ્રતિકાર શક્તિને અસ્ત-વ્યસ્ત કરી શકે છે. ‘મેદસ્વિતા અને કોવિડ-19’ વચ્ચેના સંબંધ રહસ્યમય છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસી જેવી અનેક બીમારીઓનો સંબંધ વધુ વજન સાથે છે. આ બીમારીઓથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કોવિડ-19 સામે લડવું અઘરું છે. વિશેષજ્ઞો કહે છે કે, શરીરમાં ચરબીનું વધુ પ્રમાણ માત્ર ફેફસાના નિચેના ભાગને દબાવી શકે છે. તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. મેદસ્વી લોકોમાં લોહીની ગાંઠો ઝડપથી બને છે. રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ અટકે છે અને કોશિકાઓ, ઉતકોને ઓક્સિજન ઓછો મળે છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. બેક કહે છે કે, 30 વર્ષ કે તેનાથી વધુ વજનવાળા કેટલાક લોકોમાં જોવા મળેલી રોગપ્રતિકારક કોશિકાઓ 80 વર્ષના લોકો જેવી હતી. આ સમસ્યાથી કોરોના વાઈરસની વેક્સીનના પ્રભાવમાં અંતર આવી શકે છે. મેદસ્વી લોકોને વેક્સીનનો અલગ પ્રકારનો ડોઝ આપવો પડશે. કેટલાક વેક્સીન નિર્માતા સંભવત: આ પાસા પર કામ ન પણ કરે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.