સ્કૉટલેન્ડના આઇનહૈલો દ્વીપ (Eynhallow island in Scotland) તેની સુંદરતા માટે વિખ્યાત છે. તે અનેક રહસ્યોથી ભરેલો છે. પણ અહીં કોઇ જતું નથી કેમ જાણો કારણ… દુનિયામાં તેવી અનેક જગ્યાઓ છે જે ખૂબ જ સુંદર છે પણ તેમ છતાં અહીં કોઇ આવતું જતું નથી. ભૂતિયા શહેરોની જેમ જ દુનિયામાં તેવી અનેક જગ્યા આવેલી છે જે સુંદર છે પણ ત્યાં કોઇ અનેક કારણો સર જતું નથી. અને આવી જ એક જગ્યા છે સ્કૉટલેન્ડનું આઇનહૈલો (Eynhallow) દ્વીપ, હરિયાળીથી ભરેલ અને ખૂબ જ સુંદર આ દ્વીપ હરિયાળીથી બરેલો છે. અહીં સુંદર વનરાજી છવાયેલી છે, સુંદર પર્વતો છે પણ તેમ છતાં આખા વર્ષ દરમિયાન અહીં કોઇ નથી જતું. જાણો આની પાછળનું અજીબ કારણ. આ સ્કૉટિશ દ્વીપ ચર્ચિત ઑકર્ને દ્વીપથી લગભગ અડધો કિલોમીટર દૂર છે પણ અહીં જવું ખૂબ જ મુશ્કેલ છે.
અહીં સામાન્ય બોટથી લઇને મોટા મોટા તૈરાક આઇનહૈલો પણ નથી જઇ શકતા. અને આ પાછળ કારણ છે આ દ્વીપની ચારે બાજુ ખતરનાક રૂપથી ઊંચી ઊંચી લહેરો આવતી રહે છે. અને જે લોકો અહીં જવાનો પ્રયાસ કર્યો છે તેમની મોત પણ થઇ ચૂકી છે. ઑકર્ને દ્વીપ પર એક હેરિટેજ સોસાયટી છે આઇનહૈલોના પ્રતિ પ્રવાસીઓના આકર્ષણને જોતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અહીં દર વર્ષે ગરમીના સમયે એક દિવસ પ્રવાસીઓને લઇ જવામાં આવે છે. અને તે માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. હવામાન કેવું છે તે સાથે સારા તરવૈયા પણ સાથે લઇ જવામાં આવે છે. જેથી કોઇ પણ પ્રકારની દુર્ધટના થાય તો મદદ મળી શકે. સાથે જ પૂરા ઑકર્ને દ્રીપને આ વિષે જણાવવામાં આવે છે જેથી આસપાસના દ્વીપના લોકો પણ સચેત રહે. આમ તો આઇનહૈલો વિષે સમગ્ર સ્કોટલેન્ડમાં અનેક કથાઓ ચર્ચિત છે. ખાસ કરીને ઓર્કન વિષે લોકોની માન્યતા છે કે દ્વીપ પર રાક્ષસી તાકાતો રહે છે. આ શક્તિ એટલી શક્તિશાળી છે કે જે એકલા કે નાના સમૂહમાં લોકો અહીં આવવા પ્રયાસ કરે તેને ગાયબ કરી લે છે. અને આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં થઇ ચૂકી છે. અનેક પ્રવાસીઓ અહીં ગુમ થઇ ચૂક્યા છે.
રહસ્યમયી હોવાના કારણે આ દ્વીપ વિષે કોઇ ખાસ જાણકારી નથી. અને ના જ દસ્તાવેજોમાં આ મામલે નોંધ લેવામાં આવી છે. બીબીસીની રિપોર્ટ મુજબ 13મી સદીમાં ઓર્કન દ્વીપની જાણકારી છે પણ આ સિવાય આટલો નજીક હોવા થતા તેના વિષે કંઇક ખાસ જાણી નથી શકાતું.જાણકારો મુજબ દ્રીપ આ કહાની પાછળ પહેલા સમયમાં ફેલાયેલી બિમારી કારણભૂત છે. સ્કોટલેન્ડની હાઇલેડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડેન લીએ કહ્યું કે 18મી સદીમાં અહીં પ્લેગ ફેલાયો હતો. બ્યૂબોનિક પ્લેગ અહીં ઝડપથી ફેલાતા લોકો ટપોટપ મરી રહ્યા તા. અને આ દ્વીપની વસ્તુ આ દ્વીપને છોડીને ભાગી ગઇ હતી. અહીં પત્થરના તૂટેલા ઘરો પણ નજરે પડે છે. પ્લેગ ફેલવ્યા પછી દ્રીપ 26 લોકો વસેલા રહ્યા. આ વર્ષ 1841 વાત છે. પણ પાછળથી તેમનાથી પણ આ જગ્યા ખાલી કરાવી દેવામાં આવી અને આ દ્વીપ પર બર્ડ સેન્ચ્યૂરી બનાવી દેવામાં આવી. જેને જોવા માટે જ ગરમીમાં એક દિવસ સ્થાનિક લોકો અને પ્રવાસી અહીં આવે છે.