ત્રણે મહિલાઓ અચાનક પારનદીમાં પાણી નું સ્તર વધી જતા ધસમસતા પ્રવાહ માં તણાઈ.મહિલાઓ માંથી એક બચી ગઈ એક ની લાશ મળી જયારે એક મહિલાની શોધખોળ હાથ ધરી
પ્રતિનિધિ પારડી
વલસાડ જિલ્લા ના ઉપરવાસ એવા ધરમપુર અને તેને અડી ને આવેલ મહારાસ્ટ ના વિસ્તારો માં ભારે વરસાદ ને કારણે જિલ્લા ની ઓરંગા અને પાર નદી તોફાની સ્વરૂપ માં જોવા રહી હતી ત્યારે આજરોજ શનિવારના સવારે પાર નદી માં પણ અચાનક પાણી નું સ્તર બધી ગયુ હતુ અચાનક નદીના ધસમસતા પ્રવાહ માં તણાઈ ગઈ હતી ..બનાવ ની વીગત પારડી તાલુકા ના પરવાસા ગામ નજીક થી પસાર થતી પાર નદી માં ત્રણ મહિલાઓ રૂષિ પાંચમ ને લઈ પૂજા વિધિ અને સ્નાન કરવા ગઈ હતી ત્યારે અચાનક પાર નદી માં પાણી નું સ્તર વધી ગયુ હતુ ..જેથી નદી કિનારે ગયેલી ત્રણય મહિલાઓ પાર નદી ના ધસમસતા પ્રવાહ માં તણાઈ ગઈ હતી …ઘટના ની જાણ થતાવાઘછીપા ગામના સરપંચ સુરેશભાઈ પટેલ માજી તાલુકા પારડી પ્રમુખ જગદીશ પટેલ સહીત સ્થાનિક લોકો સ્થળ પર પહોંચી ગયા હતા .અને મહિલાઓ ની શોધખોળ હાથ ધરી હતી જેમા થી એક મહિલા ગીતાબેન ઈશ્વરભાઈ ધો.પટેલ ને બચાવી લેવા માં આવી હતી જયારે એક નો મૃતદેહ શીલાબેન શંકરભાઇ ધો. પટેલ ઉ 40 મલી આવ્યો હતો .જોકે અન્ય એક મહિલા જ્યોત્સ્નાબેન રમેશભાઈ ધો.પટેલ ઉ.45 પાર નદી ના ધસમસતા પ્રવાહ માં તણાઈ ગઈ હતી ત્રણે મહિલા પારડીના મોટાવાઘછીપા ના ક્રિષ્ના ફળિયાની હતી તણાઈ ગયેલ મહિલા ની સોધખોળ કરવા માં આવી હતી આ સમગ્ર ઘટના અંગે મહિલાઓ ના પરિવારજનો એ પારડી પોલીસ ને સુભાષભાઈ ગમનભાઈ ધો પટેલે જાણ ફરિયાદ કરી હતી જોકે વલસાડ જિલ્લાની આટલી મોટી બનેલ ઘટનામાં ના કોઈ જવાબદાર નેતા કે કોઈ ફરજ પરના પોલીસ અધિકારી ફરક્યા ન હતા માત્ર બીટના જમાદાર ચંદ્રકાંત હતા વધુ તપાસ પારડી પોલીસ એ તપાસ હાથ ધરી છે.