સરકારને જો રિઝર્વ બેન્કની એક સમિતિની ભલામણ માફક આવી તો સોનાનું દરેક પ્રકારનું ખરીદ–વેચાણ ઈલેકટ્રોનિક ગોલ્ડ રજિસ્ટ્રીમાં નોંધવામાં આવશે. આનો મતલબ એમ થાય કે યારે પણ તમે કોઈ વેલર્સ પાસેથી સોનુ ખરીદશો તો તેનો ઓનલાઈન હિસાબ–કિતાબ રાખવામાં આવશે જેથી ખબર પડી શકે કે કોઈ વ્યકિતએ સોનુ ખરીદીને કાળું ધન જમા નથી કયુ. સોનાની ખરીદી ભલે ગમે એટલી રકમની હોય પરંતુ તેના માટે પાનકાર્ડ જરૂરી બની શકે છે. અત્યારે માત્ર બે લાખ રૂપિયાના સોનાની ખરીદી માટે જ પાનનંબર જરૂરી હોય છે.
આ મહત્ત્વપૂર્ણ ભલામણ રિઝર્વ બેન્કની એક સમિતિએ પોતાના ડ્રાફટ રિપોર્ટમાં કરી છે. સમિતિએ આ ભલામણ સોનાના રૂપમાં કાળું નાણું જમા કરતાં લોકો પર નિયંત્રણ લાવવાના હેતુથી કરી છે. આરબીઆઈની નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (એફએસડીસી)ની ઉપસમિતિની ૨૬ એપ્રિલ ૨૦૧૬માં થયેલી ચર્ચા બાદ વિવિધ પાસાઓના અભ્યાસ માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. લંડનના ઈમ્પીરીયલ કોલેજના પ્રોફેસર તરૂણ રામાદોરાઈની અધ્યક્ષતાવાળી આ સમિતિએ રિઝર્વ બેન્ક, સેબી, વીમા નિયામક ઈરડા અને પીએફઆરડીએના પ્રતિનિધિ સામેલ છે. આરબીઆઈએ ગુરૂવારે આ રિપોર્ટને સાર્વજનિક કર્યેા હતો.
સોના ખરીદીમાં પાનની અનિવાર્યતાનો પક્ષ લેતાં સમિતિનું કહેવું છે કે સોનાનો ઉપયોગ કરચોરી માટે કરવામાં આવે છે એટલા માટે વેલર્સ પાસેથી સોના ખરીદી માટે પાનની અનિવાર્યતા બે લાખ રૂપિયાથી વધુની લેવડ–દેવડ સુધી જ મર્યાદિત રાખવામાં ન આવે પરંતુ સોનાની તમામ પ્રકારની ખરીદી માટે પાનકાર્ડ જરૂરી બનાવવામાં આવે. સમિતિનું કહેવું છે કે સોના ખરીદીમાં પાનની અનિવાર્ય લાગુ થયા બાદ તેની લેવડ–દેવડ છુપી રીતે કરવામાં આવી શકે છે એટલા માટે તેને રોકવા માટે તમામ પ્રકારની સોનાની લેવડ–દેવડને ઈલેકટ્રોનિક રજિસ્ટ્રીમાં નોંધ કરાવવી જોઈએ. સમિતિનું કહેવું છે કે સોનું ખરીદીને ટેકસચોરી રોકવા માટે આવકવેરાના આંકડાઓનો ઉપયોગ કરવો જોઈએ. સાથોસાથ કરચોરી રોકવા માટેની જોગવાઈને સખ્તાઈથી લાગુ કરવી જોઈએ. સમિતિએ ગોલ્ડ એકસચેન્જ બનાવવાની પણ ભલામણ કરી છે જેથી સોનાના બજારને પ્રોત્સાહિત કરવામાં આવી શકે.
સોનિયાની લેવડ–દેવડને નિયમિત કરવા સંબંધી સમિતિની આ ભલામણ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે દુનિયાભરમાં સૌથી વધુ સોનાની જરૂરિયાત ભારતમાં હોય છે. ભારત ભારે ભરખમ વિદેશી મુદ્રા ખર્ચીને દર વર્ષે સોનાની આયાત કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૫–૧૬માં ભારતે ૯૬૮ ટન સોનાની આયાત કરી હતી