ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હજુ જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. વ્હાઈટમાં હાઉસમાં ટ્રમ્પે માસ્ક પણ હટાવી દીધું હતું. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકે છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે હજી ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યું નથી. ત્રણ દિવસ પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચ્યા છે. અહીં તેમના પર્સનલ ડોક્ટર સીન કોનલેએ કહ્યું છે કે હજી જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. રાષ્ટ્રપતિએ જરૂરી સાવધાની રાખવી પડશે. તેમની સારવાર ચાલુ રહેશે. હોસ્પિટલથી ટ્રમ્પ સૂટ અને માસ્કમાં નીકળ્યા હતા. તેમણે મીડિયા સામે જોઈને હાથ હલાવ્યો હતો. મીડિયાએ દૂરથી સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે માત્ર આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ છે કે આ સમયે તેમણે તેમના મોઢા પરથી માસ્ક હટાવી દીધું હતું. હોસ્પિટલમાંથી નીકળીને તેઓ તેમના ઓફિશિયલ હેલિકોપ્ટર મરીન વનમાં બેઠા અને 10 મિનિટમાં વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા.