ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ આગામી 8 ઓક્ટોબરથી પ્રથમ તબક્કામાં રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવશે. અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, સરકારે સેવા સેતુનો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારનો પ્રજાજનોને ડિજિટલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.ડિજિટલ સેવા સેતુને કારણે ગ્રામીણ પ્રજાજનોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે નહીં જવું પડે. ડિસેમ્બર મહિના સુધીમાં વધુ 8 હજાર ગ્રામપંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે.
સીએમે જણાવ્યું કે વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી અને તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રને પણ આપવામાં આવશે. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં 8 ઓક્ટોબરથી ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત નાના ગામડાઓમાં ઓનલાઇન સેવાઓ શરૂ કવામાં આવશે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આ કાર્યક્રમથી વચેટિયા પ્રથા બંધ થઇ જશે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહાર નહીં જવુ પડે. 2 હજાર ગ્રામપંચાયતોમાં 20 સેવાઓ શરૂ થશે. તાલુકા કક્ષા સુધી દાખલો લેવા જવાની જરૂર નહીં પડે. એફિડેવિટ પણ હવે તલાટી જ કાઢી શકશે. નાનામાં નાના ગામમાં હવે ઓનલાઇન અલગ અલગ 22 સેવાઓને લગતા કામ ઓનલાઇન જ થઇ જશે. રાશન કાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ, વગેરે માટે હવે ગામડાના લોકોએ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. હાલ 2700 ગામડાઓમાં આ સેવા શરૂ કરવામાં આવશે.
167 તાલુકાને આ સુવિધાનો લાભ મળશે
આ કાર્યક્રમ હાલમાં 2700 ગામડાઓમાં શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ગામની બહાર જવાની જરૂર પડશે નહીં. ગ્રામજનોને રેશનકાર્ડ, આવકના દાખલા વગેરેની પ્રીન્ટ હવે ગામમાં જ મળી જશે. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ 8 ઓક્ટોમ્બરથી શરૂ કરવામાં આવશે. ગ્રામજનોને મ. જેમાં લઘુમતિપ્રમાણ પત્ર, 7/12ના ઉતારાઓ પણ આ સુવિધામાં સામેલ છે. 2 હજાર ગ્રામપંચાયતમાં શરૂ થશે આ કાર્યક્રમ અને 167 તાલુકાને આ સુવિધાનો લાભ મળશે.
- 3500 ગામ ડિજિટલ સેવા સેતુમાં જોડાયા
- ઓપ્ટિકલ ફાયબાદ દ્વારા નેટવર્ક ઊભુ કરાયું
- પ્રથમ તબક્કામાં 2700 ગામડાનો સમાવેશ કરવામા આવશે
- ડિસેમ્બર સુધીમાં 8 હજાર ગામડાનો સમાવેશ કરવામાં આવશે