અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડનાં પુત્ર સુનિલ ખટીકે ઓલ ઈન્ડિયામાં વીસમો અને અમદાવાદમાં પહેલો રેંક મેળવ્યો
સુરતના એક હોંશિયાર વિદ્યાર્થી જેણે અનોખો રેકોર્ડ સર્જ્યો છે. આદિત્ય ઝાવર નામના ૨૧ વર્ષના વિદ્યાર્થીએ સીએ, સીએસ અને સીએમએ ત્રણેય પરીક્ષા પાસ કરી છે. માત્ર ૨૧ વર્ષની વયે ત્રણેય પરીક્ષા પાસ કરનાર તે દેશનો સૌથી યુવાન વિદ્યાર્થી છે.
માત્ર ૧૫ વર્ષની વયે ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ આદિત્યએ સીએની પરીક્ષાની તૈયારી કરી. સીએની સાથે તેણે સીએસની પરીક્ષા પણ પાસ કરી દીધી. જે બાદ સીએમએ પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. આદિત્યના પિતા મહેશ કાપડના વેપારી છે જ્યારે કે માતા શિક્ષિકા છે.
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, તેવી કહેવત અનુસાર અમદાવાદમાં એક ઉદાહરણ સામે આવ્યું છે. ગરીબ ઘરનાં પુત્રએ કંપની સેક્રેટરી પ્રોફેશ્નલ પ્રોગ્રામની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં વીસમો અને અમદાવાદમાં પ્રથમ રેક્ન મેળવતાં પરિવારજનોમાં આનંદનો માહોલ છવાયો છે. અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં પ્રદિપ ખટીકનાં પુત્ર સુનિલ ખટીકે ઓલ ઈન્ડિયામાં વીસમો અને અમદાવાદમાં પહેલો રેક્ન મેળવ્યો છે. સુનિલે પોતાની સફળતાનો શ્રેય પિતા અને ભાઈને આપ્યો છે. જેમણે ખૂબ ભોગ આપી સુનિલને ભણાવ્યો. સુનિલ પોતાના પિતાને સુખદ નિવૃત્ત જિંદગીની ભેટ આપવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ ઘરમાંથી આવતાં સુનિલે પરિવારનું નામ રોશન કર્યુ છે અને તેનો ભાઈ મહિને છ હજાર રૃપિયાની સિક્યુરીટી ગાર્ડની નોકરી કરે છે.