ટોરેન્ટ ગ્રુપની સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (સીજીડી) એકમ ટોરેન્ટ ગેસ આગામી 5 વર્ષમાં આ ક્ષેત્રમાં લગભગ 8,000 કરોડ રૂપિયા રોકાણની યોજના બનાવી છે. કંપનીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. સીજીડી માટે આયોજીત બીડના નવમાં અને દસમાં રાઉન્ડમાં કંપનીને 32 જિલ્લાના 16 ભૌગોલિક ક્ષેત્ર (જીએ) મળ્યા છે. ટર્નલ ગેસના ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું હતું કે, અમે ફાળવેલ ભૂગોળમાં સિટી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 8,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ. તેમાંથી રૂ .150 કરોડનું રોકાણ થઈ ચૂક્યું છે.
500 સ્ટેશનો સુધી બનાવવાની યોજના
કંપનીએ કહ્યું કે તે લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ના રિટેલ બિઝનેસ તરફ પ્રયાણ કરવાની તૈયારીમાં છે. કંપની 100 કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) સ્ટેશનો ચલાવે છે, જે માર્ચ 2021 સુધીમાં 200 સ્ટેશનો અને માર્ચ 2023 સુધીમાં 500 સ્ટેશનો સુધી બનાવવાની યોજના છે. ટોરેંટનો ભૌગોલિક વિસ્તાર ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણા સુધી ફેલાયેલો છે. ટોરેન્ટના 42 સીએનજી સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સીએનજી વેપારીઓને કહ્યું કે, તેઓએ સીએનજીની હોમ ડિલિવરી શરૂ કરવાની જરૂર છે.
ઘરે પહોંચાડવા અંગે વિચારવું જોઈએ
પ્રધાને કહ્યું કે, જાહેર ક્ષેત્રની કંપનીઓ ડીઝલની હોમ ડિલિવરી પર પહેલાથી કામ કરી રહી છે. તેવી જ રીતે પેટ્રોલ અને સીએનજી પણ ઘરે પહોંચાડવા અંગે વિચારવું જોઈએ. પિઝાની જેમ ડિજિટલ બુકિંગ અને ડિજિટલ પેમેન્ટ માટેની જોગવાઈ હોવી જોઈએ. પ્રધાને કહ્યું કે, અદાણી અને ટોરેન્ટ જેવા ઉદ્યોગપતિઓને સીજીડી ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થયું છે.
કોમ્પ્રેસ્ડ બાયોગેસનો વપરાશ કરવો જોઈએ
મંત્રીએ કહ્યું કે, આગામી 5 થી 8 વર્ષમાં આ ક્ષેત્રમાં માળખાગત સુવિધામાં 60 અબજ ડોલરનું રોકાણ થવા જઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, તમામ સીજીડી કંપનીઓએ પણ કોમ્પ્રેસ્ડ બાયોગેસનો વપરાશ કરવો જોઈએ, જેનાથી શુધ્ધ ઉર્જા મળી શકે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ તરૂણ કપૂરે જણાવ્યું કે, અમારો લક્ષ્ય આગામી 7થી 8 વર્ષમાં 10,000 સીએનજી સ્ટેશન અને 5 કરોડ પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) કનેક્શનનો છે.