જીતેલી મેચ હારી ગયું દિલ્હી! જાણો કયા ખેલાડીની એક ભૂલ ટીમને ભારે પડી

4 Min Read

SRH vs DC: દિલ્હીની હારનો અસલી ગુનેગાર કોણ? એક ખેલાડીની ભૂલે જીતેલી બાજી પલટી નાખી!

IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી છે. દરેક મેચ પ્લેઓફના સમીકરણો બદલી રહી છે. આવા સમયે દિલ્હી કેપિટલ્સ (DC) માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર ખૂબ જ આઘાતજનક રહી છે. દિલ્હી જે આક્રમક અંદાજમાં આ સીઝનની શરૂઆત કરી હતી, તે હવે ક્યાંક ખોવાઈ ગઈ હોય તેમ લાગે છે. હૈદરાબાદ સામેની મેચમાં દિલ્હી પાસે જીતવાની પૂરેપૂરી તક હતી, પરંતુ એક એવા ખેલાડીએ ફરીથી દગો દીધો જે અગાઉ પણ હારનો ‘વિલન’ બની ચૂક્યો છે. તે બીજું કોઈ નહીં પણ અનુભવી બેટ્સમેન ડેવિડ મિલર છે.

અભિષેક શર્માનું તોફાન: હૈદરાબાદે ખડક્યો રનનો પહાડ

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે દિલ્હીના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. હૈદરાબાદના યુવા ઓપનર અભિષેક શર્માએ જે રીતે બેટિંગ કરી તે જોઈને દિલ્હીના કેપ્ટન અને બોલરો લાચાર દેખાતા હતા.

- Advertisement -

dc.jpg

અભિષેકનો સપાટો: તેણે માત્ર 68 બોલમાં અણનમ 135 રનની વિસ્ફોટક ઇનિંગ રમી.

બાઉન્ડ્રીનો વરસાદ: તેની ઇનિંગમાં 10 ગગનચુંબી છગ્ગા અને 10 શાનદાર ચોગ્ગા સામેલ હતા.
અભિષેકની આ આક્રમક રમતને પ્રતાપે હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 242 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદના અન્ય કોઈ બેટ્સમેને અડધી સદી પણ ફટકારી નહોતી, જે દર્શાવે છે કે આખો સ્કોર અભિષેકના જોરે ઉભો થયો હતો.

- Advertisement -

દિલ્હીનો પીછો: શરૂઆત સારી પણ મધ્યમક્રમમાં ગાબડું

243 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નબળી રહી હતી. ઓપનર પથુમ નિસાંકા માત્ર 8 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે સારી ભાગીદારી થઈ અને દિલ્હી એક સમયે 10 ઓવરમાં 107 રન પર 1 વિકેટની મજબૂત સ્થિતિમાં હતું. સ્ટેડિયમમાં હાજર ચાહકોને લાગતું હતું કે દિલ્હી આ ટાર્ગેટ ચેઝ કરી લેશે, પરંતુ અહીંથી જ ‘વિલન’ની એન્ટ્રી થઈ.

ડેવિડ મિલર: ‘કિલર’ મિલર જ્યારે ‘વિલન’ બન્યો

જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે ડેવિડ મિલર જેવા અનુભવી ખેલાડી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટીમને સંકટમાંથી બહાર કાઢશે. પરંતુ આ મેચમાં મિલરે ભારે નિરાશ કર્યા.

  1. એક ઓવરમાં બે વિકેટ: 10મી ઓવરમાં કેએલ રાહુલ આઉટ થયો અને 11મી ઓવરના પાંચમા બોલ પર નીતીશ રાણા અર્ધસદી ફટકારીને આઉટ થયો.
  2. ઝીરો પર આઉટ: નીતીશ રાણાના આઉટ થયા બાદ મિલર મેદાન પર આવ્યો હતો. દિલ્હીને અહીં એક મજબૂત ભાગીદારીની જરૂર હતી, પરંતુ મિલર તેની પહેલી જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો.
  3. કલીન બોલ્ડ: ઇશાન મલિંગાના ઇન-સ્વિંગર બોલને સમજવામાં મિલર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો અને ક્લીન બોલ્ડ થઈ ગયો. જે સ્કોર 107/1 હતો તે જોતજોતામાં 107/4 થઈ ગયો. આ પતનને કારણે દિલ્હીની મેચ જીતવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.

dc1.jpg

જૂની ભૂલનું પુનરાવર્તન: મિલરનો ગ્રાફ નીચે?

આ પહેલીવાર નથી જ્યારે મિલરે દિલ્હીને અધવચ્ચે છોડી દીધું હોય. આ અગાઉની એક મહત્વની મેચમાં જ્યારે દિલ્હીને છેલ્લી બે બોલ પર માત્ર બે રનની જરૂર હતી, ત્યારે પણ મિલર ફિનિશરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો હતો અને દિલ્હી જીતેલી મેચ હારી ગયું હતું. સતત બે મેચોમાં તેની નિષ્ફળતા હવે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. મિલરને ‘કિલર મિલર’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હાલના ફોર્મને જોતા તે વિરોધી ટીમ કરતા પોતાની જ ટીમ માટે ‘ઘાતક’ સાબિત થઈ રહ્યો છે.

- Advertisement -
Share This Article