ODI બાદ હવે T20નો જંગ! સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

3 Min Read

BAN vs NZ T20 Series: બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમ જાહેર કરી, લિટન દાસ સંભાળશે સુકાન

વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મુકાબલાઓ થોડા ઓછા રમાઈ રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની ટીમ સતત મેદાન પર વ્યસ્ત જોવા મળી રહી છે. અત્યારે ન્યુઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. વનડે શ્રેણીના પ્રથમ બે મુકાબલા પૂર્ણ થઈ ચૂક્યા છે અને રમત હવે રોમાંચક તબક્કે પહોંચી છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ મોટું પગલું ભરતા આગામી ટી20 શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણીમાં ટીમની કમાન અનુભવી બેટ્સમેન લિટન દાસના હાથમાં સોંપવામાં આવી છે.

યુવા ખેલાડીઓ પર ભરોસો: સ્ટાર ખેલાડીઓને આરામ

બીસીબીએ અત્યારે માત્ર પ્રથમ બે ટી20 મેચો માટે જ ટીમ જાહેર કરી છે. બોર્ડે આ શ્રેણીમાં પોતાના મુખ્ય અને અનુભવી ખેલાડીઓ જેવા કે મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ અને નાહિદ રાણાને પ્રથમ બે મેચ માટે આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટો પહેલા યુવા ખેલાડીઓની પ્રતિભા ચકાસવાનો હોઈ શકે છે. આ દિગ્ગજ ખેલાડીઓ શ્રેણીની અંતિમ મેચમાં પરત ફરે તેવી શક્યતા છે.

- Advertisement -

ban.jpg

ટીમમાં નવા ચહેરાઓનું આગમન: અબ્દુલ ગફાર અને રિપન મોડલ

આ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમમાં કેટલાક આશાસ્પદ યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે:

- Advertisement -

અબ્દુલ ગફાર સકલૈન: ઝડપી બોલર અબ્દુલ ગફારને ટીમમાં સ્થાન મળ્યું છે. તેની ખાસિયત એ છે કે તે માત્ર બોલિંગ જ નહીં, પરંતુ મેચના અંતિમ તબક્કે વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને રન અપાવવાની ક્ષમતા પણ ધરાવે છે.

રિપન મંડલની વાપસી: ‘ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ’ તરીકે જાણીતા રિપન મંડલની ટીમમાં ફરી એન્ટ્રી થઈ છે. ઘરેલુ ક્રિકેટ અને અગાઉના પ્રદર્શનને આધારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રિપન અગાઉ પણ બાંગ્લાદેશ માટે ત્રણ મેચ રમી ચૂક્યો છે અને તેની ચોકસાઈ ટીમ માટે મહત્વની સાબિત થઈ શકે છે.

વનડે શ્રેણીની વર્તમાન સ્થિતિ: નિર્ણાયક જંગ

ટી20 શ્રેણી પહેલા રમાઈ રહેલી વનડે શ્રેણી અત્યારે ખૂબ જ રસાકસીભરી સ્થિતિમાં છે.

- Advertisement -

પ્રથમ મેચ: મહેમાન ટીમ ન્યુઝીલેન્ડે જીતીને શ્રેણીમાં સરસાઈ મેળવી હતી.

બીજી મેચ: બાંગ્લાદેશે જોરદાર વાપસી કરી અને બીજો મુકાબલો જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરી દીધી છે.

ત્રીજી મેચ: હવે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 23 એપ્રિલે રમાશે. જે ટીમ આ મેચ જીતશે, વનડે શ્રેણીનો કપ તેમના નામે થશે.

ban v.jpg

ટી20 શ્રેણીનું સમયપત્રક (Schedule)

ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ટૂંકા ફોર્મેટની આ જંગ 27 એપ્રિલથી શરૂ થશે:

  • પ્રથમ T20I: 27 એપ્રિલ, ચટગાંવ
  • બીજી T20I: 29 એપ્રિલ, ચટગાંવ
  • ત્રીજી T20I: 2 મે, ઢાકા

પ્રથમ બે ટી20 મેચ માટે બાંગ્લાદેશની ટીમ

લિટન દાસ (કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, તાંઝીદ હસન, મોહમ્મદ સૈફ હસન, શમીમ હુસૈન, તૌહીદ હ્રદય, નુરુલ હસન, શાક મહેદી હસન, નસુમ અહેમદ, રિશાદ હસન, શોરીફુલ ઇસ્લામ, તાંઝીમ હસન સાકિબ, રિપન મંડલ, સૈફુદ્દીન અને અબ્દુલ ગફાર સકલૈન.

TAGGED:
Share This Article