ગત વર્ષ 2015 માં વલસાડ તથા આજુબાજુ ગામો માંથી સન 2013 થી 2015 દરમિયાન “ધ ઓસ્કર કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ”ના હોદ્દેદાર ચેરમેન રવિન્દ્ર પ્રસાદ સ્વઇલ જેઓ રહે વૃદાવન સોસાયટી પ્લોટ નંબર 319 ભેસ્તાન ફાટક સુરત જેમણે સમગ્ર દક્ષિણ ગુજરાત માં તેમના માથાભારે એજન્ટો રોકી ગરીબ પરિવાર ને સ્કીમ માં લઇ ઓછા વ્યાજ કરોડો ની લોભામણી લાલચ આપી અસંખ્ય પરિવારો નો લાખો રૂપિયા નાણાં છેતરપીંડી કરી પડાવી લીધા હતા જે મુજબ ગત તારીખ 06/07/2015 ના રોજ વલસાડ સી.ટી.પોલીસ મથક માં છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી જે મુજબ પોલીસે ફસ્ટ 130/2015 406, 409,420,120બી 114મુજબ નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી જે મુજબ આ ઓસ્કર કંપની દ્વારા કેરી માર્કેટ સામે આવેલ ક્રિશ્ના રાજ કોમ્પ્લેક્ષ ના બીજા મળે તેની મિલકત ઓફિસ હોય જે મિલકત ને ગુન્હાહિત કાયદાકીય રીતે તાપસ બહાર આવતા એલ.સી.બી પોલીસ ટિમ દ્વારા મેજિસ્ટર્ટ જજ ની પરમિશન લઈ કાયદાકીય પગલાં ભરી આજરોજ ઓસ્કર કંપની ની મિલકત ટાંચ માં લઇ સીલ કરવામાં આવી હતી સાથે આ કંપની માં જોડાયેલ તમામ રેકેટ ચલાવનાર સુરત,વલસાડ,બરોડા, અંકલેશ્વર, ભરૂચ,ગાંધીધામ તેમજ અન્ય શહેરો માં ગરીબ પરિવારો ને છેતરી કરોડો નું ચુનો લગાવી ભાગી છૂટીયા છે જ્યારે મુખ્ય આરોપી 1) પ્રવાશ ચંદ્ર રાવુંત રહે ઓરિશા 02)મુન્ના મહાદેવ પાત્ર રહે ઓરિસ્સા હાલ પોલીસ કબ્જા માં છે ત્યારે પોલીસ બાકીના આરોપી ની શોધકોર અને તેમની મિલકત જપ્ત કરી ગરીબ પરિવારો ના ફસાયેલ નાણાં પરત મળવાની આશા એ વેહલી તકે તમામ આરોપી ની જળ સુધી પોહચવાની તજવીજ હાથ ધરી છે.