માત્ર ૧.૩ ટકા નોટો જ પરત ન આવી : કાળું નાણું ગયું ક્યાં? : જોરશોરથી યોજનાઓનું માર્કેટિંગ કરી લાભ ખાટવાની સરકારની યોજનાનો ફિયાસ્કો : RBIને ૧૬ હજાર કરોડની આવક સામે નવી નોટો છાપવાનો ખર્ચ ૨૧ હજાર કરોડ : આરબીઆઇને નોબલ પુરસ્કાર મળવો જોઇએ : અર્થ નિષ્ણાતોનો કટાક્ષ.
આ આંકડાઓ દર્શાવે છે કે જોરશોરથી માર્કેટિંગ કરી યોજનાઓનો લાભ લેવાની સરકારી યોજનાનો ફિયાસ્કો થયો છે.જાહેર કરાયેલા આંકડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિઝર્વ બેંક અનુસાર, ૧૦૦૦ રૃપિયાની કુલ ૬૭૦ કરોડ નોટોમાંથી માત્ર ૮.૯ કરોડ નોટો પરત આવી નથી. એટલે કે મોટાભાગની નોટો પરત આવી ગઇ. જો અડધા ઉપરાંત નોટો પરત આવી ન હોત તો કાળા નાણાંની સમસ્યા દૂર થઇ હોવાનું સાબિત થાત. ઓછી નોટો પરત આવવાનો સ્પષ્ટ અર્થ છે કે લોકો કાળાં નાણાંને સફેદ કરવામાં સફળ રહ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક રિપોર્ટ ૨૦૧૬-૧૭ બહાર પાડયો છે. આ રિપોર્ટમાં નોટબંધી બાદ માર્ચ ૨૦૧૭ સુધીની સ્થિતિની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, નોટબંધી દરમિયાન રદ્દ કરવામાં આવેલી જૂની ૧૦૦૦ રૃપિયાની નોટોમાંથી માત્ર ૯૯ ટકા બેક્નિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે.
જ્યારે ૧૦૦૦ રૃપિયાના ૮.૯ કરોડ નોટો પરત આવી નથી.રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર, નવી નોટોના છાપકામ પર ૭,૯૬૫ કરોડ રૃપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. ગત નાણાંકીય વર્ષની તુલનામાં આ ખર્ચ બે ગણો થયો છે. નોટબંધી બાદ બેક્નિંગ સિસ્ટમમાં નોટોનું સરકર્યૂલેશન ૨૦.૨ ટકા ઘટયું છે. આ વર્ષે સરકર્યૂલેશનમાં નોટોની વેલ્યૂ ૧૩,૧ લાખ કરોડ છે. જ્યારે ગત વર્ષે(માર્ચ) આ ૧૬.૪ લાખ કરોડ હતી.રિઝર્વ બેંક અનુસાર, બેક્નિંગ સિસ્ટમમાં માર્ચ ૨૦૧૭ સુધી ૭૬૨,૦૭૨ નકલી નોટ પકડાઇ છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, ૨૦૦૦ અને ૫૦૦ રૃપિયાની નવી ડિઝાઇનની પણ નકલી નોટો સામે આવી છે. રિઝર્વ બેંક મુજબ, ૨૦૦૦ રૃપિયાની નોટની નવી ડિઝાઇનની ૬૩૮ અને ૫૦૦ રૃપિયાની નોટની નવી ડિઝાઇનની ૧૯૯ નકલી નોટ પકડાઇ છે. ઉલ્લેખનીય છે કે સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૦૦૦ અને ૫૦૦ રૃપિયાની નોટો ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કરી હતી. તે પછી ૫૦૦ અને ૨૦૦૦ રૃપિયાની નવી નોટો બહાર પાડી હતી.આરબીઆઇએ રીપોર્ટમાં વાર્ષિક આધાર પર નોટોના ચલણ અંગેની માહિતી આપી છે. આરબીઆઇ અનુસાર, ૩૧ માર્ચ ૨૦૧૭ના રોજ દેશમાં ૫૦૦ રૃપિયાની કુલ ૨.૯ લાખ કરોડ મૂલ્યની નોટો ચલણમાં હતી, જે વાર્ષિક ધોરણે ૬૩ ટકા ઓછી હતી.જ્યારે ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી ૧૦૦ રૃપિયાની નોટવાલી ૨.૫ લાખ કરોડ રૃપિયાની કરન્સી ચલણમાં આવી ચૂકી હતી, જે વાર્ષિક ધોરણે ૬૦ ટકા વધારે છે.૫૦ રૃપિયાની નોટો ૩૧ માર્ચ સુધી ૩૫,૬૦૦ કરોડ રૃપિયાના મૂલ્યની ચલણમાં હતી, જે વાર્ષિક ધોરણે ૮૪ ટકા વધારે છે.જ્યારે ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી ૨૦ રૃપિયાની નોટમાં ૨૦,૩૦૦ કરોડ રૃપિયાના મૂલ્યની કરન્સી ચલણમાં આવી ચૂકી હતી, જે વાર્ષિક ધોરણે ૧૦૭ ટકા વધુ હતી.