મધ્યપ્રદેશના રીવામાં હેવાનિયતની હદો પાર કરતા કિશોરી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું. તેનાથી વ્યથિત થયેલી યુવતીએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરી લુઘુ હતું. પીડિતાને ગંભીર રીતે દાઝેલ હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી. હાલ જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
કિશોરે આચર્યું દુષ્કર્મ
રૂંવાડા ઉભા કરી દેનારી આ ઘટના રીવા જિલ્લાના અતરૈલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં 14 વર્ષીય કિશોરી સાથે 7 ઓક્ટોબરના રોજ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું. ઘટના સમયે તેના પરિવારના લોકો કોઈ સગાને ત્યાં ગયા હતા અને મોટી બહેન બકરા ચરાવવા ગઈ હતી. સાંજે લગભગ 4 વાગે ગામના એક 15 વર્ષનો કિશોર તેના ઘરમાં ઘુસી ગયો અને પીડિતાને એકલી જોઈને તેના પર દુષ્કર્મ આચર્યું.
વ્યથિત કિશોરીએ કર્યું આત્મવિલોપન
પોતાની સાથે થયેલા દુષ્કૃત્યથી વ્યથિત થયેલી કિશોરીએ કિશોરની સામે જ પોતાના પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરી દીધું. આ જોઈ આરોપી કિશોરના હોશ ઉડી ગયા અને તેને ઘરમાં રહેલ તકિયાથી આગ ઓલવવા પ્રયાસ કર્યો જોકે ત્યાં સુધી કિશોરીનું અડધું શરીર દાઝી ગયું હતું.
દાઝેલી કિશોરીને જોઈ કિશોર ફરાર
આ જોઈ કિશોર ફરાર થઇ ગયો અને પીડિતા દાઝેલી સ્થિતિમાં જ ઘરમાં પડી રહી. સાંજે જયારે ઘરના લોકો પરત આવ્યા ત્યારે તેમને સમગ્ર ઘટનાની જાકારી મળી. તેમણે તુરંત પીડિતાને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇ ગયા.
આરોપી પોલીસની પકડમાં
પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા મામલતદાર સમક્ષ નિવેદન નોંધ્યું છે અને આરોપીને પકડી લીધો છે. ઘટનાના સંબંધમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલાને પ્રેમ પ્રસંગ સાથે જોડી રહી છે. સાથે જ દુષ્કર્મ થયાની સાબિતી માટે મેડિકલ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.