PM KISAN સમ્માન નિધિ યોજનાને 11 હજાર ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગોવા સરકારે વિશેષ પહલ કરી છે. આ પહેલ હેઠળ ગોવા સરકારે ઈન્ડિયા પોસ્ટની સાથે ટાઈઅપ કર્યુ છે. તેની મદદથી 11 હજાર ખેડૂતોના નામ પીએમ કિસાન સ્કીમ માટે નોંધણી કરવામા આવશે. ગોવાના મંત્રી ચંદ્રકાંત કાવલેકરે છેલ્લા શુક્રવારે આ વિશે જાણકારી આપી છે.
પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે
કાવલેકરે જણાવ્યુ છે કે, કુલ 11 હજાર ખેડૂતોને પોતાનું નામ પર PM KISAN સ્કીમની હેઠળ નોંધાવ્યુ નથી. હવે પોસ્ટમેન તેમના દરવાજા સુધી જઈને આ સ્કીમ માટે પોતાનુ રજિસ્ટ્રેશન કરાવશે. તેમણે કહ્યુ કે, જે લોકલ પોસ્ટમેન અત્યાર સુધી લોકોના ઘર સુધી ટપાલ પહોંચાડતા હતા, તે હવે યોગ્ય ખેડૂતોના ઘરે જઈને પીએમ કિસાન સ્કીમ હેઠળ નોંધણી કરાવશે.
11,000 ખેડૂતોની હજુ નથી થઈ નોંધણી
ગોવામાં કુલ 38 હજાર કૃષિ કાર્ડધારક છે. જેમાથી લગભગ 21 હજાર પીએમ કિસાન સ્કીમ માટે યોગ્ય છે. રાજ્યના કૃષિ વિભાગે વધુ એક વિશેષ પહેલ હેઠળ 10 હજાર ખેડૂતોને આ સ્કીમ માટે નોંધણી કરાવી દીધી છે. હવે 11 હજાર ખેડૂતો મુખ્ય છે. જેમણે પીએમ-કિસાન સ્કીમ માટે નોંધણી કરાવવાની છે.
ઘરે જઈને નોંધણી કરશે પોસ્ટમેન
તેમણે જણાવ્યું કે, આ 11 હજાર ખેડૂતો માટે અમે ઈન્ડિયા પોસ્ટ સાથે વિશેષ ટાઈઅપ કર્યું છે. આ ટાઈઅપ હેઠળ પોસ્ટમેન ઘરે ઘરે જઈને પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂતોની નોંધણી કરશે.
300 થી વધુ પોસ્ટમેન
રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, તેઓ આવા વધુ જરૂરી પગલાં લેશે જેથી ખેડૂતોને કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ ન થયા બાદ પણ કૃષિ યોજનાનો લાભ મળી શકે. આગામી દિવસોમાં અમે અન્ય યોજનાઓને સરળ બનાવીશું જેથી આપણે યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે. ગોવામાં કુલ 2555 પોસ્ટ ઓફિસ છે. ઇન્ડિયા પોસ્ટના 300 થી વધુ કર્મચારીઓ આ કામમાં રોકાયેલા છે. તે છેલ્લા 10 દિવસમાં તેને એક ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવ્યુ છે.
બેન્ક એકાઉન્ટ ન હોવા પર પણ થઈ જશે કામ
જે ખેડુતોની પાસે બેંકમાં બચત ખાતું નથી, તેમના માટે પોસ્ટમેન ઈન્ડિયા પોસ્ટ ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલી રહ્યા છે. આધાર નંબરની સહાયથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ ખોલવાથી ખેડુતોને પીએમ-કિસાન યોજનાનો લાભ મળશે.