દેશના 28 માંથી 23 રાજ્યો અને નવા બનેલ જમ્મુ કાશ્મીર અને લદાખ સહીત 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે હવે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી હતી.
ગ્રુપ બી અને સીમાં ઇન્ટરવ્યૂ 2016થી બંધ
કર્મચારી અને તાલીમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, સિંહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારમાં ગ્રુપ બી (અરાજપત્રિત) અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવા,આ આવી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ 2015માં લાલકિલ્લાથી પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ હટાવવા અને લેખિત પરીક્ષાના આધારે નોકરી આપવાની વાત કરી હતી.
ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ
સિંહે જણાવ્યું કે પીએમ મોદીની સલાહ પર કર્મચારી અને તાલીમ વિભાગે આ બાબત ધ્યાનમાં લેતા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારની નોકરીઓ માંથી ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. તેને પહેલી જાન્યુઆરી 2016માં લાગુ કરી દેવામાં આવ્યું છે.
23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં નહિ થાય ઇન્ટરવ્યૂ
તેમણે જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રએ આ નિયમને ઘણા ઝડપથી સ્વીકાર્યો છે. તો બીજા રાજ્ય આને જલ્દીથી લાગુ કરવાની અનિચ્છા દર્શાવી હતી. જોકે, હવે 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ ન લેવાની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
નોકરી માટે ઇન્ટરવ્યુ માં થતી હતી ગડબડ
ઉલ્લેખનીય છે કે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે ઇન્ટરવ્યુ વ્યવસ્થા હટાવવમાં આ પ્રણાલી પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અત્યંત કારગર સાબિત થઈ છે. ઘણી વખત આરોપો લાગતા હતા કે આ નોકરીઓ માટે ઇન્ટરવ્યુ માર્કની મોટા પાયે હેરફેરી કરવામાં આવતી હતી. અને તેના બદલામાં મોટી રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી.