ભારતીય સ્ટેટ બેન્કપોતાના ગ્રાહકોને ઓનલાઈન TDS વિશે જાણવાની સુવિધા પણ આપે છે. જેમાં બેન્ક ગ્રાહક નેટ બેન્કિંગના પ્લેટફોર્મ પર E-TDS ઈન્કવ્યારી સર્વિસનો ફાયદો લઈ શકે છે. જેમાં બેન્કમાં હાજર તે બધા ડિપોઝિટ એકાઉન્ટ પર લાગનાર TDS ની સંપૂર્ણ જાણકારી લઈ શકાય છે.
શું છે TDS ઈન્ક્વાયરી
આ ગ્રાહકોને આપવામા આવતી એક ઓનલાઈન સુવિધા છે જેમાં છેલ્લા નાણાકિય વર્ષમાં ડિપોઝિટ એકાઉન્ટમાં જમા પૈસા પર કાપવામાં આવેલ ટેક્સની જાણકારી મળે છે. તમે ચાલુ નાણાકિય વર્ષ માટે પણ પ્રોજેક્ટેડ ટેક્સ વિશે જાણી શકો છો.
યૂઝર આઈડી અને પાસવર્ડ સાથે કનેક્ટેડ
SBI ની વેબસાઈટ પર આપવામા આવેલ જાણકારી પ્રમાણે તમે તે બધા ડિપોઝિટ એકાઉન્ટ જે ઈન્ટરનેટ બેન્કિગના યૂઝર આઈડી અને પાસવર્ડ સાથે કનેક્ટેડ છો. તેના પર TDS ની જાણકારી લઈ શકો છો. ટેક્સ ડિડક્શન એટ સોર્સ એટલે કે, TDS બેન્કમાં ડિપોઝિટ પૈસાથી વ્યાજના રૂપમાં થનારી આવક પર લાગુ હોય છે. જેમાં જો વર્ષમાં વ્યાજથી ઈનકમની રકમ 10 હજાર રૂપિયાથી વધુ હોય તો 10 ટકા TDS કાપવામાં આવે છે.
માત્ર છેલ્લા વર્ષે નાણાકિય વર્ષ અને ચાલુ નાણાકિય વર્ષ માટે ઈન્ક્વાયરી
SBI ની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે હાલમાં તમે માત્ર છેલ્લા નાણાકિય વર્ષ અને ચાલુ નાણાકિય વર્ષ માટે જ e-TDS ની ઈન્ક્વાયરી કરી શકો છો. જો તમે SBI ના ગ્રાહક છો અને e-TDS માહિતી મેળવવા માગો છો તો તમે તે માટે લગભગ 30 મિનિટ સુધીનો સમય લાગશે. તેને જનરેટ થવામાં પણ થોડો સમય લાગે છે.
TDS ફોર્મને વ્યાપક બનાવવા
જણાવી દઈએ કે, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલાક મહિના પહેલા TDS ફોર્મને વ્યાપક બનાવવા માટે તેમાં કેટલાક ફેરફાર કરી દીધા છે. ઈનકમ ટેક્સ નહી કપવાના કારણે જાણકારી આપવાનું જરૂરી કરી દેવામાં આવ્યુ છે. બેન્કોને નવા ફોર્મમાં 1 કરોડ રૂપિયાથી વધારે કેશ કાઢવા પર ‘સ્ત્રોત પર કરાયો ટેક્સ કપાત’ ની જાણકારી પણ આપી પડશે.