મહિન્દ્રા મેગા ફેસ્ટિવ ઓફરની હેઠળ બોલેરોની પિક-અપ રેન્જના ગ્રાહકો માટે 1 લાખ રૂપિયાનો ફ્રી કોરોના ઈન્શ્યોરન્સ આપી રહી છે. આ ઈન્શ્યોરેન્સમાં ગ્રાહક, પતિ/પત્ની અને બે બાળકો સામેલ હશે. તમને જણાવી દઈએ કે, ફ્રી ઈન્શ્યોરન્સની ઓફર 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે.
ગ્રાહકને પરિવારની નોંધણી કરાવવાની રહેશે
કોરોના ઈન્શ્યોરેન્સ લેવા માટે ગ્રાહકોને પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામ, જન્મતારીખ અને એડ્રેસની સાથે નોંધણી કરવાની રહેશે. ડ્રાઈવર અને તેમના પરિવારના સભ્યોને COVID-19 પોઝિટિવ મળી આવવા પર તેમની હોસ્પીટલાઈઝેશન અથવા હોમ ક્વોરન્ટીનની સ્થિતિમાં તેમના દ્વારા આ સ્વાસ્થ્ય વીમાનો ઉપયોગ કરી શકાય છે.
ઈન્શ્યોરન્સમાં આ લોકો હશે સામેલ
ફ્રી કોરોના ઈન્શ્યોરન્સ 1 લાખ રૂપિયા સુધીના ફ્લોટર હેલ્થ ઈન્શ્યોરન્સ કવર છે. જેમાં ગ્રાહક, તેમની દંપત્તી અને ગ્રાહકના બે બાળક સુધી કવર હશે. આ ઈન્શ્યોરન્સ નવી ગાડી ખરીદવાની તારીખથી 9.5 મહિનાના સમયગાળા માટે માન્ય છે.
1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અમલી
આ ઈન્શ્યોરન્સ 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2020 સુધી ખરીદવાની બોલેપો પિકઅપ રેન્જ પર લાગુ છે. જેમાં બોલેરો પિક-અપ, બોલેરો મેક્સી ટ્રક, બોલેરો સિટી પિક-અપ અને બોલેરો કેમ્પર સામેલ છે. મહિન્દ્રાએ કોરોના ઈન્શ્યોરન્સ પોલિસી આપવા માટે ઓરિયન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીની સાથે કરાર કર્યો છે.
પિક-અપનો વપરાશ કરનાર વધારે ખતરામાં રહે છે
આ વિશિષ્ટ પહલ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે, સતીંદર સિંહ બાજવા, સીનિયર વાઈસ પ્રેસિડન્ટ, સેલ્સ અને કસ્ટમર કેર, ઓટોમોટિવ ડિવિઝન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે કહ્યુ છે કે, પિક-અપના ગ્રાહક એવા હોય છે, જેમના કાર્યમાં દિવસ-રાત સફરમાં રહેવાનું, આવશ્યક સેવાઓ પહોંચાડવાનું સામેલ છે જે તે લોકોના સંપર્કમાં આવવાથી બચી શકશો નહી.