કોરોનાકાળમાં જ્યાં એક બાજૂ દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થા ઠપ્પ થયેલી છે, જેના કારણે લાખો લોકો બેકાર થયા છે. લોકોની નોકરી પણ ગાયબ થઈ રહી છે. ત્યારે આવા સમયે ચીનની એક કંપની વધારે પ્રોફિટ થવાના કારણે પોતાના કર્મચારીઓને 4116 કાર ગિફ્ટમાં આપવા જઈ રહી છે.
પાંચ વર્ષ સુધી મળશે આ સુવિધા
ચીની કંપની જિયાંગ્સી વેસ્ટ ડિયાઝૂ આયરન એન્ડ સ્ટીલ કોર્પોરેશન કંપનીએ નિર્ણય કર્યો છે કે, પાંચ વર્ષ સુધી ઓટો ઈંશ્યોરન્સ, વ્હીકલ ટેક્સ અને નંબર પ્લેટ્સના ચાર્જ કંપની ચૂકવશે.કર્મચારીઓને આભાર વ્યક્ત કરતા આ કંપનીએ અધિકારીઓને કહ્યુ હતું કે, કંપનીએ સતત પાંચ વર્ષ સુધી ખૂબ નફો કમાયો છે. અમારી આ કમાણી અમારા કર્મચારીઓના કારણે થઈ છે.ચર્ચામાં આવેલી આ કંપનીએ કહ્યુ હતું કે, તે એક એવી ઈવેન્ટ કરવા માગતા હતા, જે દુનિયા રાખે અને ચીની મીડિયાની સાથે સાથે આ ખબર આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવી ગઈ. જેના પર લોકોનું કહેવુ છે કે, દુનિયાની મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓને બોઝ સમજે છે. પણ આ કંપની બોનસ તરીકે કાર આપી રહી છે. જે ખૂબ નવાઈની વાત છે.
કારની કિંમત છે 540 કરોડ રૂપિયા
4116 કારોમાંથી 2933 જિયાંગ્લિંગ ફોર્ડ ટેરિટરી કારો અને 1183 FAW વોક્સવૈગન મૈગટન કાર છે. આ તમામ કારની કિંમત લગભગ 500 મિલિયન યુઆન એટલે કે, 540 કરોડ રૂપિયા થાય છે.