ઘણી વખત વપરાશ કરવામાં આવતી પ્રોટોનો ઈન્હીબિટર્સ (PPI) દવા દિલની બળતરાના લક્ષણને ઓછો કરે છે, પરંતુ એક નવી શોધમાં જણાવવામાં આવ્યુ છે કે, દિલની બળતરામાં કામ આવતી દવાઓના સેવનથી ટાઈપ-2 ડાયાબિટીઝને ખતરો વધી જાય છે.
‘દિલમાં બળતરની દવા’ ના વપરાશથી ડાયાબિટીઝનો ખતરો
ચીની સંશોધનકર્તાઓએ 2 લાખથી પણ વધારે અમેરિકી નાગરિકોના મેડિકલ ડેટાથી પરિણામ કાઢ્યું છે. તેમને મળી આવ્યુ છે કે, દિલમાં થતી બળતરા પ્રોટોન પમ્પ ઈન્હીબિટર્સ દવાઓ જેવી ciphex, Nexium, Prilosec, Prevacid, Protonix ના નિયમિત સેવનથી ટાઈપ 2 ડાયાબિટીઝ વિકસિત થવાનો ખતરો 24 ટકા વધી જાય છે. તેમણે એ પણ જણાવ્યુ છે કે, જેટલા વધારે સમય સુધી પ્રોટોન પમ્પ ઈન્હીબિટર્સ દવાનો વપરાશ કરવામાં આવ્યો છે તેટલી જ વધુ ડાયાબિટીની સમસ્યા વધુ વધી ગઈ છે.
હાડકા નબળા પડવા
રિસર્ચ પ્રમાણે PPI ના નિયમિત સેવનથી ટાઈપ-2 ડાયાબિટીઝ વધવાનો ખતરો રહે છે. બીમારી તે સૂરતમાં વધુ વધી શકે છે. જ્યારે દવાઓનો વપરાશ લાંબા સમય સુધી કરવામાં આવે. આ પહેલાના સંશોધનમાં જણાવ્યુ છે કે, PPI દવાનો લાંબા સમય સુધી વપરાશ કરવા પર કિડનીની બિમારી, હાડકા નબળા પડવા અને પાચનતંત્રમાં સંક્રમણની સમસ્યા થઈ શકે છે, પરંતુ રિપોર્ટમાં સંશોધનકર્તાઓએ સલાહ આપી છે કે, લાંબા સમય સુધી PPI નો વપરાશ કરનારને બ્લડ શુગર પર કડક દેખરેખ રાખવી જોઈએ. જેનાથી ડાયાબિટિઝના ખતરાની જાણ લગાવી શકાય છે.