પાકિસ્તાને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ એમ બન્નેને ટાર્ગેટ કરીને ભારે તોપમારો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્ય દ્વારા પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કાશ્મીરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયર ઉલ્લંઘન
પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ગ્રામીણ વિસ્તારોને પણ વધુ નિશાના પર લેવાયા હતા. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.
સર્ચ ઓપરેશન દરમ્યાન અથડામણ
પોલીસે જણાવ્યું હતું કે સિક્યોરિટી દ્વારા કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓને જાણ થઇ જતા સામસામે ભારે ગોળીબાર થયો હતો. બે આતંકીઓને આ ઓપરેશન દરમિયાન ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓના નામ તારિક અહેમદ મિર (કુલગામનો રહેવાસી), પાકિસ્તાનનો રહેવાસી સમીર ભાઇ ઉર્ફે ઇસ્માન છે.
સૈન્ય અને નાગરિકો પાર કર્યો હતો હુમલો
આ બન્ને આતંકીઓ સૈન્ય તેમજ આમ નાગરિકો પર અગાઉ હુમલા કરી ચુક્યા હતા. અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. આતંકીઓ પાસેથી એમ4 રાઇફલ, એક પિસ્તોલ મળી આવી છે. જ્યારે અન્ય એક ઓપરેશન પુલવામામાં હાથ ધરાયું હતું, જેમાં પણ બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એક જ દિવસમાં બે જુદા જુદા ઓપરેશનમાં ચાર આતંકીઓને ઠાર કરાયા છે.
પાકિસ્તાનનો ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
બીજી તરફ પાકિસ્તાને હિથયારોને સરહદ પાર કરાવી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સૈન્યની સતર્કતાને કારણે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. કુપવાડામાંથી પસાર થતી કિશન ગંગા નદીમાં ટયૂબથી બાંધેલા હિથયારો પર સૈન્યનું ધ્યાન ગયું હતું. જેમાં ચાર એકે-47 રાઇફલ, આઠ મેગઝિન્સ, 240 રાઉન્ડ્સનો સમાવેશ થાય છે.
આ વર્ષે મોટી સંખ્યામાં પાક.ની ઘુસણખોરી નિષ્ફળ : સૈન્ય
પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાનો મોટા પાયે પ્રયાસ થઇ રહ્યો છે. જોકે ભારતીય સૈન્યની આક્રામક કાર્યવાહીને કારણે આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
30થી વધુ વખત ઘુસણખોરીનો પ્રયાસ
ખાસ કરીને આ વર્ષે અનેક ઘુસણખોરીને નિષ્ફળ બનાવવામાં આવી છે. સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બી.એસ. રાજુએ જણાવ્યું હતું કે આ વર્ષે માત્ર 30 જ વખત આતંકીઓ ઘુસવામાં સફળ રહ્યા છે. ગત વર્ષે જોકે આ આંકડો 30થી પણ ઓછો હતો. મારૂ માનવું છે કે પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવવામાં આવતા કાશ્મીરમાં આતંકીઓની સંખ્યા પણ ધીરે ધીરે ઓછી થશે અને સિૃથતિ શાંત થશે.
એલઓસી પર હતા 300થી વધુ આતંકી
તેમણે કહ્યું હતું કે અમારા સતર્ક સૈનિકો હાલ સરહદે દરેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાકિસ્તાનની ઘુસણખોરી પર નજર રાખી રહ્યા છે. સરહદે કેટલા આતંકીઓ હાલ છે તે અંગે પૂછવામાં આવતા સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી અનુસાર અગાઉ એલઓસી પર આશરે 300 જેટલા આતંકીઓ હતા. જોકે તેમને આગળ વધતા અટકાવવામાં અમે સફળ રહ્યા છીએ.