શું જાફર જેક્સન સાચો માઈકલ જેક્સન છે? ફિલ્મ ‘Michael’ રિલીઝ, જાણો કેવો છે કિંગ ઓફ પોપનો અવતાર

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
5 Min Read

માઈકલ જેક્સન ઇઝ બેક! બાયોપિક ‘Michael’એ થિયેટરોમાં ધૂમ મચાવી

વિશ્વના સૌથી લોકપ્રિય સંગીતકાર અને ડાન્સર માઈકલ જેક્સનનું નામ પડે એટલે નજર સામે એક અદભૂત પર્ફોર્મર આવી જાય. માઈકલ જેક્સનની બાયોપિક ફિલ્મ ‘માઈકલ’ (Michael) 24 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો તમે આ વીકએન્ડમાં આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ, તો આ રિવ્યુ તમારા માટે છે.

માઈકલ જેક્સન હંમેશા કહેતા કે સંગીત લોકોને સાથે લાવી શકે છે. તેમનો હેતુ માત્ર પૈસા કમાવવાનો નહીં, પણ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો હતો. આ ફિલ્મ માઈકલના એ જ સંગીત પ્રત્યેના અતૂટ પ્રેમ અને તેમના સંઘર્ષની વાર્તા છે.Michael Movie

- Advertisement -

વાર્તાની શરૂઆત: જેક્સન 5થી સોલો સ્ટાર સુધી

ફિલ્મની વાર્તા વર્ષ 1966 થી શરૂ થાય છે. ઇન્ડિયાના રાજ્યના ગેરી શહેરમાં રહેતા જોસેફ જેક્સન (માઈકલના પિતા) પોતાના પાંચ પુત્રો સાથે મળીને ‘જેક્સન 5’ નામનું મ્યુઝિકલ બેન્ડ શરૂ કરે છે. આ બેન્ડનો સૌથી નાનો અને મુખ્ય ગાયક માઈકલ બાકીના ચારેય ભાઈઓથી અલગ છે. તેની અદભૂત પ્રતિભા પર એક મોટી મ્યુઝિક કંપનીની નજર પડે છે અને માઈકલ રાતોરાત ફેમસ થઈ જાય છે.

મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે માઈકલ સંગીતની સફરમાં એકલા આગળ વધવા માંગે છે. પિતાનો દબાવ, પરિવારની અપેક્ષાઓ અને માઈકલની પોતાની ઓળખ બનાવવાની જિદ્દ – આ બધું જ પડદા પર ખૂબ જ સુંદર રીતે વણાયેલું છે. જોકે, આગળની વાર્તા થીયેટરમાં જોવી જ વધુ મજા આવશે.

- Advertisement -

ફિલ્મ કેવી છે? 

બે કલાક અને નવ મિનિટની આ ફિલ્મ તમને ખુરશી સાથે જકડી રાખશે, પછી ભલે તમે માઈકલ જેક્સનની જિંદગી વિશે બધું જ જાણતા હોવ. ફિલ્મમાં માઈકલના પિતાનું એક વાક્ય વારંવાર સાંભળવા મળે છે – “જે જીતે તે વિનર અને જે હારે તે લૂઝર.” તેઓ માઈકલને સતત યાદ અપાવે છે કે તેઓ ‘બ્લેક’ છે, તેથી તેમને ગોરા અમેરિકનો કરતા વધુ મહેનત કરવી પડશે.

માઈકલનું બાળપણ, તેની એકલતા, સંગીત પ્રત્યેની દીવાનગી અને તેની આસપાસની ઘટનાઓમાંથી જન્મેલું તેનું સંગીત જોવામાં જરાય કંટાળો આવતો નથી. હા, ફિલ્મ જોયા પછી મનમાં કેટલાક પ્રશ્નો રહી જશે, પણ આ ફિલ્મનો પહેલો ભાગ છે, એટલે બધા જવાબો અત્યારે શોધવા યોગ્ય નથી. ફિલ્મના અંતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માઈકલની આગળની કહાની હજુ બાકી છે.

Michael Movie એક્ટિંગ: જાફર જેક્સને મેદાન મારી લીધું

આ ફિલ્મનો અસલી હીરો માઈકલ જેક્સનનો ભત્રીજો જાફર જેક્સન છે. જાફર, માઈકલના મોટા ભાઈ જરમેનનો દીકરો છે. પોતાની પહેલી જ ફિલ્મમાં તેણે સાબિત કરી દીધું કે તે લાંબી રેસનો ઘોડો છે. પડદા પર જાફર નહીં પણ સાક્ષાત માઈકલ જેક્સન જ દેખાય છે. તેણે માત્ર માઈકલના હાવભાવ જ નહીં, પણ તેમની ડાન્સિંગ સ્ટાઇલ અને અવાજને પણ આબેહૂબ પકડ્યા છે.

- Advertisement -
  • ૧૦ વર્ષના માઈકલનું પાત્ર ભજવનાર નથાલિયન લોગન મેકઇન્ટાયરનું કામ પણ જબરદસ્ત છે.

  • જિદ્દી અને કઠોર પિતાના રોલમાં કોલમન ડોમિન્ગોએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે.

  • માઈકલની માતા અને તેની સૌથી મોટી તાકાતના રોલમાં નિયા લોંગ પ્રભાવિત કરે છે.

  • માઈકલના મેનેજર તરીકે માઈલ્સ ટેલર પણ પોતાના રોલમાં ફિટ બેસે છે.

લેખન અને દિગ્દર્શન

ફિલ્મનું લેખન જોન લોગને કર્યું છે અને નિર્દેશનની જવાબદારી ‘ધ ઇક્વલાઇઝર’ ફેમ એન્ટોઈન ફુકુઆએ નિભાવી છે. જોને વાર્તાને માઈકલની ઉંમર અને તેની કારકિર્દીના ઉતાર-ચઢાવ મુજબ ખૂબ જ વ્યવસ્થિત રીતે વણી છે. ડાયરેક્ટર એન્ટોઈન ક્યાંય પણ વાર્તા પરથી પકડ ગુમાવતા નથી અને કોઈ વધારાની ભાષણબાજી કે વિવાદોમાં પડવાને બદલે માત્ર માઈકલના જીવન પર ફોકસ રાખે છે.

સંગીત: ફિલ્મનો આત્મા

જો આ ફિલ્મમાં સંગીત ન હોત તો કશું જ ન હોત. ૧૯૬૬ના ગીતોથી લઈને એંસીના દાયકાના સુપરહિટ ગીતો જેવા કે ‘બીટ ઇટ’, ‘બિલી જીન’, ‘ડૉન્ટ સ્ટોપ ટિલ યૂ ગેટ ઇનફ’ અને ‘વાના બી સ્ટાર્ટિંગ સમથિંગ’ સાંભળવાની મજા પડી જશે. સ્ટેજ પર્ફોર્મન્સ એ રીતે શૂટ કરવામાં આવ્યા છે કે તમને તમે કોઈ લાઈવ કોન્સર્ટમાં બેઠા હોવ તેવો અહેસાસ થશે.

જો તમે માઈકલ જેક્સનના ફેન હોવ અને તેમના સંગીતના દીવાના હોવ, તો આ ફિલ્મ માત્ર તમારા માટે જ છે. માઈકલના બાળપણ અને સંગીત પ્રત્યેના તેના જુનૂનને જોવાની આ એક સુવર્ણ તક છે. હા, જો તમે કોઈ મોટો વિવાદ કે ‘ગોસિપ’ શોધવા જશો તો કદાચ નિરાશ થશો, પણ એક કલાકારની સફર તરીકે આ ફિલ્મ લાજવાબ છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.